Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલ અંબાલા કેનાલ રોડ પરથી બિનવારસી નંબર પ્લેટ વગરની એકટીવા સાથે વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો: બે સામે ગુનો દાખલ

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અંબાલા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પરથી પોલીસે નંબર પ્લેટ વગર ની એકટીવા સ્કૂટર પર ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને તેમની ટીમ અંબાલા ગામ પાસે નર્મદા કેનાલના પુલ નજીક પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન એક ઈસમ નંબર પ્લેટ વગરની કાળા કલરની એકટીવા ગાડીના આગળના ભાગે પ્લાસ્ટિકનો થેલો મૂકીને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકીને પંચોની હાજરીમાં તપાસ કરતા થેલામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ગ્રે વોલ્ફ જામુન ઈ મિન્ટ વોડકા ના ૧૮૦ મિલીના ૧૦ પ્લાસ્ટિકના ક્વાટર મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથીવિદેશી દારૂના ક્વાટર (૧૦ નંગ): કિંમતરૂ. ૧,૦૦૦/-,એકટીવા ગાડી: આશરે કિંમત રૂ. ૨૫,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૨૬,૦૦૦/-પોલીસે એકટીવા ચાલક શૈલેશકુમાર ઉર્ફે નંદુ રમણભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬, રહે. ઝરના મુવાડા, કાલોલ) ને ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપી શૈલેશકુમારની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ દા‚નો જથ્થો તેને અંબાલા ગામના પ્રદીપકુમાર કૌશિકભાઈ રાઠોડ નામના વ્યક્તિએ વેચવા માટે આપ્યો હતો અને તે પ્રદીપકુમાર ત્યાં નોકર તરીકે કામ કરતો હતો. પોલીસ રેઇડ દરમિયાન આરોપી પ્રદીપકુમાર રાઠોડ હાજર મળી આવ્યો ન હતો.આ અંગે કાલોલ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૮૧, ૯૮(૨), ૧૧૬-બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને તેમની ટીમ અંબાલા ગામ પાસે નર્મદા કેનાલના પુલ નજીક પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એક ઈસમ નંબર પ્લેટ વગરની કાળા કલરની એકટીવા ગાડીના આગળના ભાગે પ્લાસ્ટિકનો થેલો મૂકીને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકીને પંચોની હાજરીમાં તપાસ કરતા થેલામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ગ્રે વોલ્ફ જામુન ઈ મિન્ટ વોડકા ના ૧૮૦ મિલીના ૧૦ પ્લાસ્ટિકના ક્વાટર મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથીવિદેશી દારૂના ક્વાટર (૧૦ નંગ): કિંમતરૂ. ૧,૦૦૦/-,એકટીવા ગાડી: આશરે કિંમત રૂ. ૨૫,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૨૬,૦૦૦/-પોલીસે એકટીવા ચાલક શૈલેશકુમાર ઉર્ફે નંદુ રમણભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬, રહે. ઝરના મુવાડા, કાલોલ) ને ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપી શૈલેશકુમારની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ દા‚નો જથ્થો તેને અંબાલા ગામના પ્રદીપકુમાર કૌશિકભાઈ રાઠોડ નામના વ્યક્તિએ વેચવા માટે આપ્યો હતો અને તે પ્રદીપકુમાર ત્યાં નોકર તરીકે કામ કરતો હતો. પોલીસ રેઇડ દરમિયાન આરોપી પ્રદીપકુમાર રાઠોડ હાજર મળી આવ્યો ન હતો.આ અંગે કાલોલ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૮૧, ૯૮(૨), ૧૧૬-બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar