
તારીખ ૧ જુલાઈ એટલે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખ્યાત ચિકિત્સક ડો. બિધાનચંદ્ર રોયની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ડોક્ટર દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકા આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપમાં ડો. યોગેશ પંડ્યાની જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે અને ડો. સુનિલ પરમારની એસ.સી.
મોરચા ખજાનચી તરીકે નિમણૂંક થતા બંનેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી કાલોલના ચેરમેન સતીષભાઈ શાહ, બાયો મેડિકલ વેસ્ટના મૂકેશભાઈ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા પણ ડોક્ટરોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને એસોસિએશનના પ્રમુખ ડો. કિરણ પરમાર, રેડક્રોસ સોસાયટી કાલોલના સેક્રેટરી અને એસોસિએશનના ખજાનચી ડો. પ્રકાશભાઈ ઠક્કર, ડો. દિનેશભાઈ પંડ્યા, લેબ એસોસિએશનના પદાધિકારીઓ સહિત અનેક ડોક્ટરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તારીખ ૧ જુલાઈ એટલે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખ્યાત ચિકિત્સક ડો. બિધાનચંદ્ર રોયની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ડોક્ટર દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકા આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપમાં ડો. યોગેશ પંડ્યાની જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે અને ડો. સુનિલ પરમારની એસ.સી. મોરચા ખજાનચી તરીકે નિમણૂંક થતા બંનેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી કાલોલના ચેરમેન સતીષભાઈ શાહ, બાયો મેડિકલ વેસ્ટના મૂકેશભાઈ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા પણ ડોક્ટરોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને એસોસિએશનના પ્રમુખ ડો. કિરણ પરમાર, રેડક્રોસ સોસાયટી કાલોલના સેક્રેટરી અને એસોસિએશનના ખજાનચી ડો. પ્રકાશભાઈ ઠક્કર, ડો. દિનેશભાઈ પંડ્યા, લેબ એસોસિએશનના પદાધિકારીઓ સહિત અનેક ડોક્ટરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
