Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલ ખાતે RSS દ્વારા 'યુવા સંમેલન' યોજાયું: રાષ્ટ્ર નિર્માણ અને સેવા સંકલ્પ અંગે યુવાનોએ કર્યો વિચાર-વિમર્શ

કાલોલ સ્થિત નવરચના ગુરૂકુળ સ્કુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર દ્વારા "યુવા શક્તિ - રાષ્ટ્ર શક્તિ"ના મૂળ સંકલ્પ સાથે એક વિશેષ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિકાસ અને સેવા કાર્યોમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી આ વિશિષ્ટ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ યુવા સંમેલનમાં નગરના ભાઈઓ અને બહેનો સહિત આશરે ૬૦ જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સંમેલન દરમિયાન ઉપસ્થિત યુવા શક્તિએ રાષ્ટ્ર નિર્માણ, સેવા સંકલ્પ, સંગઠન સશક્તિકરણ તેમજ શારીરિક ક્ષમતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સક્રિય સંવાદ સાધ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વિભાગ અધિકારીએ યુવાનોને સંબોધતા વર્તમાન સમયના વૈચારિક યુદ્ધ, સમાજ કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવાનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર હિતના કાર્યોમાં જોડાવા સંકલ્પબદ્ધ થયા હતા.

આ યુવા સંમેલનમાં નગરના ભાઈઓ અને બહેનો સહિત આશરે ૬૦ જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંમેલન દરમિયાન ઉપસ્થિત યુવા શક્તિએ રાષ્ટ્ર નિર્માણ, સેવા સંકલ્પ, સંગઠન સશક્તિકરણ તેમજ શારીરિક ક્ષમતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સક્રિય સંવાદ સાધ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વિભાગ અધિકારીએ યુવાનોને સંબોધતા વર્તમાન સમયના વૈચારિક યુદ્ધ, સમાજ કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવાનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર હિતના કાર્યોમાં જોડાવા સંકલ્પબદ્ધ થયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar