Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલ નગરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો ભોગ બનતી જનતા: શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલું ટ્રેક્ટર ખાડામાં ફસાયું

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી સ્થાનિક રહિશો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. નગરપાલિકા દ્વારા ગટર લાઈનના કામોમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે આજે નગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલું એક ટ્રેક્ટર ગટરના ખાડામાં ખૂંપી ગયું હતું.

મળતી માહિતી મુજબ કાલોલ નગરમાં ભૂગર્ભ ગટરની લાઈનો નાંખવા માટે રોડની બિલકુલ મધ્યમાં મોટા ખાડા ખોદીને પાઈપો ઉતારવામાં આવી હતી. જોકે, કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી, કે તેને રોડના સમતલ પણ કરવામાં આવ્યા નથી. ખાડાઓ એમ જ અધકચરા પૂરીને છોડી દેવાયા હોવાથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો અવારનવાર ખાડામાં ખાબકતા રહે છે અને નાના-મોટા અકસ્માતો રોજિંદી બાબત બની ગયા છે.આજે નગરના શેઠ ફળિયા પાસેથી ઈંટો ભરીને પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર જ્યારે આ ગટર લાઈનની જગ્યા પરથી નીકળ્યું, ત્યારે માટી ધસી પડતાં ટ્રેક્ટરનું પાછળનું આખું વ્હીલ ગટરના ખાડામાં ઊંડે સુધી ઉતરી ગયું હતું. ભારે વજનના કારણે ટ્રેક્ટર ફસાઈ જતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આખરે, ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય બીજું ટ્રેક્ટર ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી અને ફસાયેલા ટ્રેક્ટરમાંથી તમામ ઈંટો બીજા ટ્રેક્ટરમાં મજૂરો દ્વારા ખાલી કર્યા બાદ માંડ-માંડ વાહનને બહાર કાઢી શકાયું હતું.નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરની આવી બેદરકાર અને વેઠ ઉતાર કામગીરી સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આવા અધકચરા પુરાણ કરેલા ખાડાઓ વધુ જોખમી સાબિત થઈ શકે તેમ છે. નગરજનોની માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને ભ્રષ્ટાચાર કે બેદરકારીભર્યું કામ કરનારાઓ સામે પગલાં ભરી તમામ ખાડાઓનું યોગ્ય રીતે સમતલીકરણ કરાવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટળી શકે.

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી સ્થાનિક રહિશો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. નગરપાલિકા દ્વારા ગટર લાઈનના કામોમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે આજે નગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલું એક ટ્રેક્ટર ગટરના ખાડામાં ખૂંપી ગયું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar