Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલ તેમજ વેજલપુર ગામમાં બકરીઈદ (ઈદુલ-અદહા) ની વિશેષ નમાઝ અદા કરી બકરીઈદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી

મગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે, બકરી ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ કાલોલ નગર તેમજ વેજલપુર ગામ સહિત પંથકમા આજે ગુ‚વારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેજલપુર ખાતે આવેલ ઈદગાહમાં અને વેજલપુર નાની મસ્જિદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.

ત્યારે કાલોલ નગરના નુરાની કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને આશીયાના સોસાયટી ખાતે આવેલ અલેફ મસ્જિદ, કાલોલ નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ રબ્બાની મસ્જીદ, પોલીસ સ્ટેશન સામે આવેલ મોહમંદી મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે વેજલપુર ઇદગાહ ખાતે મૌલાના બિલાલ બદના તેમજ કાલોલ ઈદગાહમાં જુમ્મા મસ્જિદના ઈમામ મોલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા નમાઝ અદા કરવામા હતી. જ્યારે અલેફ મસ્જિદ ખાતે ઇમામ મૌલાના વસીમરઝા કાદરી દ્વારા રબ્બાની મસ્જીદ ઇમામ મોલાના સલીમ અને મોહમદી મસ્જીદના ઇમામ મોલાના વસીમ અબ્દુલ અઝીઝ કંજર દ્વારા ઇદની વિશેષ નફીલ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે વેજલપુર અને કાલોલ નગરમાં બકરી ઈદ ને લઈ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ઈદગાહ ખાતે મૌલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા ખાસ નમાઝ અદા કરાવવામાં આવી હતી. નમાઝ બાદ દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુવા કરવામાં આવી હતી. સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં શાંતિ સ્થપાય અને તમામ દેશોમાંથી નફરત દૂર થાય તે માટે સામૂહિક રીતે ઇદગાહ ખાતે વિશેષ દુવા કરવામાં આવી હતી. જ્યારે ઇદ પર્વની ઉજવણીને લઈ વેજલપુર અને કાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે, બકરી ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ કાલોલ નગર તેમજ વેજલપુર ગામ સહિત પંથકમા આજે ગુ‚વારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેજલપુર ખાતે આવેલ ઈદગાહમાં અને વેજલપુર નાની મસ્જિદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારે કાલોલ નગરના નુરાની કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને આશીયાના સોસાયટી ખાતે આવેલ અલેફ મસ્જિદ, કાલોલ નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ રબ્બાની મસ્જીદ, પોલીસ સ્ટેશન સામે આવેલ મોહમંદી મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે વેજલપુર ઇદગાહ ખાતે મૌલાના બિલાલ બદના તેમજ કાલોલ ઈદગાહમાં જુમ્મા મસ્જિદના ઈમામ મોલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા નમાઝ અદા કરવામા હતી. જ્યારે અલેફ મસ્જિદ ખાતે ઇમામ મૌલાના વસીમરઝા કાદરી દ્વારા રબ્બાની મસ્જીદ ઇમામ મોલાના સલીમ અને મોહમદી મસ્જીદના ઇમામ મોલાના વસીમ અબ્દુલ અઝીઝ કંજર દ્વારા ઇદની વિશેષ નફીલ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે વેજલપુર અને કાલોલ નગરમાં બકરી ઈદ ને લઈ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ઈદગાહ ખાતે મૌલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા ખાસ નમાઝ અદા કરાવવામાં આવી હતી. નમાઝ બાદ દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુવા કરવામાં આવી હતી. સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં શાંતિ સ્થપાય અને તમામ દેશોમાંથી નફરત દૂર થાય તે માટે સામૂહિક રીતે ઇદગાહ ખાતે વિશેષ દુવા કરવામાં આવી હતી. જ્યારે ઇદ પર્વની ઉજવણીને લઈ વેજલપુર અને કાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar