Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે ભાજપ યુવા મોરચા અને પોલિકેબ સોશિયલ વેલ્ફેર ની રક્તદાન શિબિર યોજાઈ : અંદાજીત ૪૦ બોટલ રક્ત એકત્રિત

કાલોલ નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ દ્વારા જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીની ઉજવણી સેવાકાર્ય થકી કરવામાં આવી. આ નિમિત્તે આજ રોજ કાલોલ નગરપાલિકા સભાખંડમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જ્યાં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં "એક બોટલ લોહી કોઈનું જીવન બચાવી શકે છેના સૂત્રને સાર્થક કરતા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ભાજપ શહેર ઉપપ્રમુખ મોન્ટુ ગોસાઈ, શહેર ભાજપ યુવા પ્રમુખ જયુભાઇ રાણા, ભાજપ યુવા મહામંત્રી મિત કાછિયા અને હેમુ દરજી, લઘુમતી મોરચાના ઇકબાલશા દીવાન સાથે ભાજપના કાર્યકર્તાઓ, નગરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ચીફ ઓફિસર સંજય પટેલે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂ‚ં પાડ્યું હતું અને આ શિબિરમાં અંદાજીત ૪૦ બોટલ રક્ત એકત્રિત થયું હતું.

સાંસદ રાજપાલસિંહ જાદવ અને જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનાર તમામ યુવાનોને બિરદાવ્યા હતા. આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ એ જણાવ્યું કે, ડો. મુખર્જીના રાષ્ટ્રસેવાના વિચારોને ચરિતાર્થ કરવા યુવા મોરચા હંમેશા આવા સેવાકાર્યો કરતું રહેશે.

કાલોલ નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ દ્વારા જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીની ઉજવણી સેવાકાર્ય થકી કરવામાં આવી. આ નિમિત્તે આજ રોજ કાલોલ નગરપાલિકા સભાખંડમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જ્યાં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં "એક બોટલ લોહી કોઈનું જીવન બચાવી શકે છેના સૂત્રને સાર્થક કરતા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ભાજપ શહેર ઉપપ્રમુખ મોન્ટુ ગોસાઈ, શહેર ભાજપ યુવા પ્રમુખ જયુભાઇ રાણા, ભાજપ યુવા મહામંત્રી મિત કાછિયા અને હેમુ દરજી, લઘુમતી મોરચાના ઇકબાલશા દીવાન સાથે ભાજપના કાર્યકર્તાઓ, નગરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ચીફ ઓફિસર સંજય પટેલે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂ‚ં પાડ્યું હતું અને આ શિબિરમાં અંદાજીત ૪૦ બોટલ રક્ત એકત્રિત થયું હતું. સાંસદ રાજપાલસિંહ જાદવ અને જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનાર તમામ યુવાનોને બિરદાવ્યા હતા. આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ એ જણાવ્યું કે, ડો. મુખર્જીના રાષ્ટ્રસેવાના વિચારોને ચરિતાર્થ કરવા યુવા મોરચા હંમેશા આવા સેવાકાર્યો કરતું રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar