Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કાલોલના બેઢીયા ગામે ખેતરની વાડ પાસે પસાર થતાં યુવકને કરંટ લાગતા મોત

કાલોલ તાલુકાના બેઢીયા ગામના યુવકને સીમમાં આવેલા ખેતરની વાડ પાસેથી પસાર થતાં સમયે વાડ ફરતે મુકેલા તારના સં૫ર્કમાં આવતા યુવકનુ મોત નીપજયું હતુ.

કાલોલ તાલુકાના બેઢીયા ગામના પથ્થરની મુવાડીના રબારી ફળિયામાં રહેણા પ્રદિપ ગણપતસિંહ ચોૈહાણ(ઉ.વ.૨૭)સવારના સમયે કાકા અર્જુનસિંહ ફતેસિંહ ચોૈહાણ સાથે તેમના એક ખેતરના ભાગ પાડવા માટે કાકા-ભત્રીજા બંને બાઈક પર નીકળ્યા હતા.

કોતર હોવાના કારણે બાઈક એક ખેતરમાં મુકી બંને ચાલતા જતાં સમયે અર્જુન શનાભાઈ ચોૈહાણના ખેતરની આસપાસ વરસાદી પાણી ભરાયેલુ હોવાથી પ્રદિપે પાણીથી બચવા માટે ખેતરના શેઢા ઉભા થોરને પકડીને પસાર સમયે મુકેલા લોખંડના તારના સંપર્કમાં આવેલા પ્રદિપ ચોૈહાણને કરંટ લાગતા પટકાયો હતો. જેથી કાકાએ ફોન કરી સોૈને જણાવતા તેમના અને આસપાસના લોકો ધટના સ્થળે આવી પ્રદિપને બાઈક પર ગામમાં લાવી એમ્બ્યુલન્સ મારફતે નજીકના કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે પ્રદિપને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતકની લાશને પી.એમ.અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અને કાકા અર્જુનસિંહ ફતેસિંહ ચોૈહાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

કાલોલ તાલુકાના બેઢીયા ગામના પથ્થરની મુવાડીના રબારી ફળિયામાં રહેણા પ્રદિપ ગણપતસિંહ ચોૈહાણ(ઉ.વ.૨૭)સવારના સમયે કાકા અર્જુનસિંહ ફતેસિંહ ચોૈહાણ સાથે તેમના એક ખેતરના ભાગ પાડવા માટે કાકા-ભત્રીજા બંને બાઈક પર નીકળ્યા હતા. કોતર હોવાના કારણે બાઈક એક ખેતરમાં મુકી બંને ચાલતા જતાં સમયે અર્જુન શનાભાઈ ચોૈહાણના ખેતરની આસપાસ વરસાદી પાણી ભરાયેલુ હોવાથી પ્રદિપે પાણીથી બચવા માટે ખેતરના શેઢા ઉભા થોરને પકડીને પસાર સમયે મુકેલા લોખંડના તારના સંપર્કમાં આવેલા પ્રદિપ ચોૈહાણને કરંટ લાગતા પટકાયો હતો. જેથી કાકાએ ફોન કરી સોૈને જણાવતા તેમના અને આસપાસના લોકો ધટના સ્થળે આવી પ્રદિપને બાઈક પર ગામમાં લાવી એમ્બ્યુલન્સ મારફતે નજીકના કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે પ્રદિપને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતકની લાશને પી.એમ.અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અને કાકા અર્જુનસિંહ ફતેસિંહ ચોૈહાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar