Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કવાંટના પાનવડના ગામે પાંડેશ્ર્વર મહાદેવ મંદિરે ભાવિ ભક્તો ઉમટ્યા

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે કવાંટ તાલુકાના પાનવડ ગામે આવેલા પૌરાણિક પાંડેશ્ર્વર મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી જ 'હર હર મહાદેવ'ના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

શ્રાવણ માસ ભોલેનાથની ભક્તિનો માસ ગણાય છે. આ નિમિત્તે પાનવડ સ્થિત આ પ્રાચીન શિવાલયમાં સોમવારે વિશેષ શૃંગાર, ‚દ્રાભિષેક અને બિલ્વપત્ર અર્ચના કરવામાં આવી હતી.

મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ દૂધ, જળ, દહીં અને મધ વડે શિવલિંગનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.

મંદિરના પૂજારી જગદીશ મહારાજે જણાવ્યું હતું કે, "આ મંદિર અતિ પૌરાણિક છે. માન્યતા મુજબ, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી, જેના કારણે તેનું નામ પાંડેશ્ર્વર મહાદેવ પડ્યું છે. અહીં શિવલિંગ પાંચ ફૂટ નીચે સ્થાપિત છે અને પાંચ ડેરીઓ આવેલી છે. શ્રદ્ધાપૂર્વક દર્શન કરનાર દરેક ભક્તની મનોકામના મહાદેવ અવશ્ય પૂર્ણ કરે છે.

ત્રીજા સોમવારના દિવસે છોટાઉદેપુર, કવાંટ સહિત આસપાસના ગામોના હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર 'બમ બમ ભોલે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. યુવાનો, વૃદ્ધો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રાવણ માસ ભોલેનાથની ભક્તિનો માસ ગણાય છે. આ નિમિત્તે પાનવડ સ્થિત આ પ્રાચીન શિવાલયમાં સોમવારે વિશેષ શૃંગાર, ‚દ્રાભિષેક અને બિલ્વપત્ર અર્ચના કરવામાં આવી હતી. મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ દૂધ, જળ, દહીં અને મધ વડે શિવલિંગનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar