Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

કેટલાક વગદાર ચહેરાઓ એ સરકારી પડતર જમીનના આ વ્યાપારમા ૭ કરોડ ઉપરાંતની કાળી કમાણી કરી હોવાની સ્ફોટક ચર્ચાઓ

દે.બારીઆની કિંમતી કહેવાતી સરકારી પડતર જમીન મા ભૂ-માફીયાઓએ પ્લોટો પાડ્યા અને સંલગ્ન વહીવટી તંત્ર એ ૬૪ પ્લોટોના વ્યાપારોનો સ્વીકાર પણ કરી લીધો.. લો બોલો..!!

અત્યંત કિંમતી જમીનમા મફતના ભાવે વેચાણ કરાતા પ્લોટોના વ્યાપારોમા તંત્ર ને લાખ્ખો ‚પિયા ની સ્ટેમ્પ ડયુટી ચોરીનું ષડયંત્ર કયાંયે દેખાયુ જ નહી.

દે.બારીઆના હરણફાળ વિકાસમાં "રાજકીય છત્રછાયા ધરાવતા કેટલાક બિલ્ડરોના વ્યાપારો માં સરકારી પડતર, ગૌચર જમીનો અને કોમન પ્લોટો ઉપર પણ કબ્જાઓ કરી દેવામાં આવ્યા હોવાની અસંખ્ય સ્ફોટક ફરીયાદો તો છે જ પરંતુ આ ભેજાબાજ બિલ્ડરો એ જમીન માપણીઓના નકશાઓમાં એવા ઉલટફેર ફેરફારો કર્યા છે કે, આ નકશાઓને જોઈને દાહોદ મહેસૂલી તંત્ર ના સત્તાધીશો પણ આંટાફેરાઓ મારતા થઈ જાય એવા ઘેરા રહસ્યો છુપ થયેલા હોવાનુ કહેવાય છે.

કાંઈક આજ પ્રકારના ઘેરા રહસ્યોમાં હાર્દસમા વિસ્તારમાં આવેલ સોનાની લગડી કહેવાતી એ સરકારી ૫ ડતર જમીનમાં કરવામા આવેલા બારોબારના પ્લોટોના વેચાણ દસ્તાવેજોમાં પણ છુપાયેલા હોવાનુ કહેવાય છે, એમા એક સરકારી સંસ્થાના આવેલ જર્જરીત ઈમારત ધરાવતી આ સરકારી પડતર જમીનની સરકારી તંત્રની ટીમોની હાજરીમાં આ જમીનની પુન: માપણી કરવામાં આવે એવી રજૂઆત છેક ગાંધીનગર મુખ્યમંત્રીના દરબાર સમક્ષ પણ કરવામા આવી છે.

એમા આ સરકારી પડતર જમીનમાં પ્લોટો પાડીને વેચાણ કરનારા પ્લોટોના ખરીદદાર ગ્રાહકો અને એક સહકારી સંસ્થાના નામે વેચાણ કરવામાં આવતા આ પ્લોટોની જમીનમાં રેવન્યુ રેકર્ડની તપાસો કે ખરાઈ કર્યા વગર અને સરકારની એટલે કે વહીવટી તંત્રની મંજૂરીઓ વગર ના આ પ્લોટો ના વેચાણ દસ્તાવેજો નો સ્વીકાર કરનારા દે.બારીઆના તત્કાલીન સબ રજીસ્ટ્રાર અને ત્યાર બાદ આ વેચાણ નોંધોને પ્રમાણીત કરનારા તત્કાલીન સમય ના સત્તાધીશો સામે કાયદેસર તપાસો હાથ ધરવામા આવે એવી માંગ કરાઈ છે.

દે.બારીઆ ના હાર્દસમા વિસ્તાર મા આવેલ અને એક મૃતપ્રાય: બનેલ એક સહકારી ક્ષેત્ર ની જર્જરીત ઈમારત ધરાવતી આ સરકારી પડતર જમીન "સોના ની લગડી બની જતા કેટલાક વગદાર ભુમાફીયા ચહેરાઓ દવારા આ સરકારી પડતર જમીન નો અંદરખાને ૩ કરોડના વ્યાપારનો ગુપ્ત સોદો કરીને આ સરકારી પડતર જમીન એક માત્ર સહકારી સંસ્થા ના જર્જરીત મકાન ના સહારે આ જમીનમાં બારોબાર રહેણાંકના પ્લોટો પાડી ને સરકારની જંત્રી કરતા અનેક ઘણા નીચા ભાવે એટલે કે "સોના ની લગડી જેવી જમીન મા તદ્દન મફત ના ભાવે ૬૪ જેટલા પ્લોટો ના વેચાણ દસ્તાવેજો કરી દેવામાં આવ્યા હતા. સરકારને દેવામાં ડુબાડતા આ ભૂમાફીયા ચહેરાઓ એ સરકારી પડતર જમીનના કરેલા વ્યાપારોમાં પોતાની સંડોવણીઓ ઓન રેકર્ડ ઉપર ક્યાંયે બહાર ના આવે આ રીતે અંદાઝે ૭ કરોડ ‚પિયા ઉપરાંત "કાળા બજારી ના વ્યાપારો કરી ને હાથ ખંખેરીનાખ્યા હતા. પરંતુ દે. બારીઆમાં "સોના ની લગડી સમાન આ સરકારી પડતર જમીનના કરાયેલા વ્યાપારો સામે કાયદેસર તપાસો માંગતો મુદ્દો ફરીયાદ સ્વ‚પમાં ઉપસ્થિત થતા દાહોદ કલેક્ટરાય કચેરીના મહેસૂલી તંત્રમાં જબરદસ્ત ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

દે.બારીઆના હરણફાળ વિકાસમાં "રાજકીય છત્રછાયા ધરાવતા કેટલાક બિલ્ડરોના વ્યાપારો માં સરકારી પડતર, ગૌચર જમીનો અને કોમન પ્લોટો ઉપર પણ કબ્જાઓ કરી દેવામાં આવ્યા હોવાની અસંખ્ય સ્ફોટક ફરીયાદો તો છે જ પરંતુ આ ભેજાબાજ બિલ્ડરો એ જમીન માપણીઓના નકશાઓમાં એવા ઉલટફેર ફેરફારો કર્યા છે કે, આ નકશાઓને જોઈને દાહોદ મહેસૂલી તંત્ર ના સત્તાધીશો પણ આંટાફેરાઓ મારતા થઈ જાય એવા ઘેરા રહસ્યો છુપ થયેલા હોવાનુ કહેવાય છે. કાંઈક આજ પ્રકારના ઘેરા રહસ્યોમાં હાર્દસમા વિસ્તારમાં આવેલ સોનાની લગડી કહેવાતી એ સરકારી ૫ ડતર જમીનમાં કરવામા આવેલા બારોબારના પ્લોટોના વેચાણ દસ્તાવેજોમાં પણ છુપાયેલા હોવાનુ કહેવાય છે, એમા એક સરકારી સંસ્થાના આવેલ જર્જરીત ઈમારત ધરાવતી આ સરકારી પડતર જમીનની સરકારી તંત્રની ટીમોની હાજરીમાં આ જમીનની પુન: માપણી કરવામાં આવે એવી રજૂઆત છેક ગાંધીનગર મુખ્યમંત્રીના દરબાર સમક્ષ પણ કરવામા આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar