Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામ બગીચા, સ્મશાન, બસની સુવિધાથી વંચિત

ખાનપુર તાલુકાનુ મોટા ખાનપુર ગામ હજુ પણ વિકાસ માટે વલખા મારી રહ્યુ છે. ખાનપુર ગામમાં રસ્તા, ગટર જેવી સુવિધાઓ આવેલી છે. છતાં પણ આ જ ગામમાં નવીન પાણીની પાઈપો નાંખવાની જગ્યાએ જુની પાઈપો કાઢ્યા વગર તેના ઉપર નવી પાઈપો નાંખવામાં આવતા, જુની પીવાના પાણીની પાઈપની લાઈનમાં લીકેજના કારણે દુર્ગંધની સમસ્યા ઉભી થઈ છે. જેથી પીવાનુ પાણી દુષિત થાય છે.

અને બાળકો તેમજ વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર થાય છે.

ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. હાઈસ્કુલ પણ આવેલી છે. પરંતુ ગામમાં ગાર્ડન અને સ્મશાન જેવી સુવિધાઓનો અભાવ છે. તાલુકા મથક સાથે જોડાવવા માટે બસ સુવિધા નથી. ગામમાં કોલેજ પણ નથી. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવુ પડે છે. રમત-ગમત મેદાન, ફાયર સેફટી, વ્યાયામ કેન્દ્ર અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ પણ નથી. નવા પોલીસ સ્ટેશનની માંગણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ સ્ટેશન દુર હોવાથી કોઈ ધટના સમયે પોલીસને પહોંચવામાં વિલંબ થાય છે. ગામની ગટરો ઉભરાવવાને કારણે ઠેર ઠેર રસ્તા પર કાદવ-કિચડ જોવા મળે છે. આમ આજે પણ ધણા વિકાસલક્ષી કામોથી ખાનપુર ગામ વંચિત જોવા મળે છે.

ખાનપુર તાલુકાનુ મોટા ખાનપુર ગામ હજુ પણ વિકાસ માટે વલખા મારી રહ્યુ છે. ખાનપુર ગામમાં રસ્તા, ગટર જેવી સુવિધાઓ આવેલી છે. છતાં પણ આ જ ગામમાં નવીન પાણીની પાઈપો નાંખવાની જગ્યાએ જુની પાઈપો કાઢ્યા વગર તેના ઉપર નવી પાઈપો નાંખવામાં આવતા, જુની પીવાના પાણીની પાઈપની લાઈનમાં લીકેજના કારણે દુર્ગંધની સમસ્યા ઉભી થઈ છે. જેથી પીવાનુ પાણી દુષિત થાય છે. અને બાળકો તેમજ વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar