મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતમાં વડાગામ, જેતપુર, મેડાના મુવાડા, વેરેૈયા, મકકરના મુવાડા, વિરાના મુવાડા, સીમલી ટીંબા જેવા ગામો આવેલા છે. જેમાં વડાગામ ગામમાં વિકાસની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં પીવાના પાણીની સમસયા આજે પણ ગામની મુખ્ય સમસ્યા બની રહી છે. વડાગામમાં રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ગામમાં પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કુલ આવેલી છે. સરકારી દવાખાનુ અને પશુ દવાખાનુ પણ કાર્યરત છે. ધાર્મિક સ્થળો પર પણ વિકાસ જોવા મળી રહ્યો છે. મહાદેવ મંદિર, હનુમાન મંદિર, અને ગાયત્રી મંદિર ગામના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ગમને તાલુકા મથક સાથે જોડવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ડામર રસ્તા દ્વારા કનેક્ટિવિટી પણ છે. જોકે ગામમાં કોલેજ ન હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવુ પડે છે. આ ઉપરાંત ગામમાં ગાર્ડન, રમત-ગમતનુ મેદાન, ફાયર સેફટીની સુવિધા, વ્યાયામ કેન્દ્ર અને લાઈબ્રેરી જેવી સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે, નલ સે જલ યોજનાની અધુરી કામગીરી તાત્કાલિક પુર્ણ કરી ધર ધર નિયમિત પીવાનુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ સિંચાઈના પાણી માટે ગામના તળાવો ભરવામાં આવે તો ખેડુતોને પણ મોટી રાહત મળી શકે તેમ છે.
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતમાં વડાગામ, જેતપુર, મેડાના મુવાડા, વેરેૈયા, મકકરના મુવાડા, વિરાના મુવાડા, સીમલી ટીંબા જેવા ગામો આવેલા છે. જેમાં વડાગામ ગામમાં વિકાસની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં પીવાના પાણીની સમસયા આજે પણ ગામની મુખ્ય સમસ્યા બની રહી છે. વડાગામમાં રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કુલ આવેલી છે. સરકારી દવાખાનુ અને પશુ દવાખાનુ પણ કાર્યરત છે. ધાર્મિક સ્થળો પર પણ વિકાસ જોવા મળી રહ્યો છે. મહાદેવ મંદિર, હનુમાન મંદિર, અને ગાયત્રી મંદિર ગામના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ગમને તાલુકા મથક સાથે જોડવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ડામર રસ્તા દ્વારા કનેક્ટિવિટી પણ છે. જોકે ગામમાં કોલેજ ન હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવુ પડે છે. આ ઉપરાંત ગામમાં ગાર્ડન, રમત-ગમતનુ મેદાન, ફાયર સેફટીની સુવિધા, વ્યાયામ કેન્દ્ર અને લાઈબ્રેરી જેવી સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે, નલ સે જલ યોજનાની અધુરી કામગીરી તાત્કાલિક પુર્ણ કરી ધર ધર નિયમિત પીવાનુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ સિંચાઈના પાણી માટે ગામના તળાવો ભરવામાં આવે તો ખેડુતોને પણ મોટી રાહત મળી શકે તેમ છે.
