Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

લીમડી નજીક લીલવા ઠાકોર ગામે અકસ્માતે કુવામાં પડી ગયેલ માસુમ બાળકીનુ મોત

દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલા લીલવા ઠાકોર ગામે એક દુર્ધટનામાં ૭ વર્ષની બાળકીનુ કુવામાં ડુબીજવાથી મોત થયુ છે. આ ધટના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેના પગલે પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીલવા ઠાકોર ગામના ડામોર ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા અનેશ નરસીંગભાઈ બારીયાની ૭ વર્ષિય પુત્ર કિંજત સવારના સમયે કુદરતી હાજતે ગઈ હતી.

ત્યારબાદ તેના ધરની સામે આવેલા કુવા પર પ્લાસ્ટિકનુ ડબલુ લઈને પાણી ભરવા ગઈ હતી. જે વખતે અચાનક કુવાની કિનારી પરથી બાળકીનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે સીધી કુવાના ઉંડા પાણીમાં ખાબકી હતી. કુવાના પાણીમાં ડુબી જવાથી માસુમ કિંજલનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. આ ધટના અંગે મૃતક બાળકીના પિતા અનેશભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીલવા ઠાકોર ગામના ડામોર ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા અનેશ નરસીંગભાઈ બારીયાની ૭ વર્ષિય પુત્ર કિંજત સવારના સમયે કુદરતી હાજતે ગઈ હતી. ત્યારબાદ તેના ધરની સામે આવેલા કુવા પર પ્લાસ્ટિકનુ ડબલુ લઈને પાણી ભરવા ગઈ હતી. જે વખતે અચાનક કુવાની કિનારી પરથી બાળકીનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે સીધી કુવાના ઉંડા પાણીમાં ખાબકી હતી. કુવાના પાણીમાં ડુબી જવાથી માસુમ કિંજલનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. આ ધટના અંગે મૃતક બાળકીના પિતા અનેશભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar