રૂપિયા ૪૦ હજારની રોકડ તેમજ રૂપિયા ૧.૫૦ લાખની કિંમતની સોનાની ચેન મળી રૂપિયા ૧.૯૦ લાખની મત્તાની લૂંટ પોતાની વરના ફોરવીલ ગાડી ચોપાટપાલ્લી ગામના હેલીપેડ વાળી ખુલ્લી જગ્યામાં અને પાર્ક કરી ગાડીમાં બેસી સિગારેટ પી રહેલ વેપારીને પીપળી તેમજ મોટા હાથીધારા ગામના ચાર જેટલા ઈસમોએ ત્યાં ઊભા રહેવાના પૈસાની અને માગણી કરતા, વેપારીએ પૈસા આપવાની સાફ ના પાડતા, ચારે જણાય વેપારીને માર મારી વેપારી પાસેથી રૂપિયા ૪૦ હજારની રોકડ તેમજ રૂપિયા દોઢ લાખની કિંમતની સોનાની ચેન મળી પિયા ૧.૯૦ લાખની મત્તા લૂંટી વરના કારના દરવાજાનું હેન્ડલ તોડી નાખી નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળ્યું.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા નગરના જુના દાહોદ રોડ પર માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા ૪૦ વર્ષીય સંદીપભાઈ પ્રકાશભાઈ ગુર્જર નામના વેપારી તારીખ ૨૮-૮-૨૦૨૬ ના રોજ રાત્રિના સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન પોતાની વરના ગાડી લઈ ચોપાટ પાલડી ગામના હેલીપેડ વાળી ખુલ્લી જગ્યામાં ગયા હતા અને ત્યાં પોતાની કાર પાર્ક કરી કારમાં બેસીને સિગારેટ પી રહ્યા હતા. તે દરમિયાન લીમખેડા તાલુકાના પીપળી ગામના વલભાઈ રાજુભાઈ રાવત તેમજ તેના પિતા રાજુભાઈ દલુભાઈ રાવત એમ બંને જણા ત્યાં આવ્યા અને તે બે પૈકી રાજભાઈ દલભાઈ રાવને લીમખેડાના સુંદીપભાઈ પ્રકાશ ભાઈ ગુર્જરને કહેલ કે તું અહીંયા કેમ ઊભો છે? અહિયા ના અમે બાદશાહ છીએ. અહીંયા ઊભા રહેવાના તારે અમોને પૈસા આપવા પડશે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. પરંતુ સંદીપભાઈ ગુર્જરે તેઓને પૈસા આપવાની સાફ ના પાડી દેતા ધવલભાઈ રાવત તેમજ તેના પિતા રાજુભાઈ રાવત એમ બંને જણાવું ઉશ્કેરાયા હતા અને ધવલભાઈ રાવતે સંદીપભાઈ ગુર્જરની વરના ગાડીના ડાબી બાજુના દરવાજાનું હેન્ડલ તોડી નાખી નુકસાન પહોંચાડી સંદીપભાઈ ગુર્જરના માથામાં કાચની બોટલ મારી બીજા પહોંચાડી હતી. આ વખતે રાજુભાઈ ગુર્જરે પીપળી ગામના રાહુંલભાઈ મુનિયા તથા મોટા હાથીપુરા ગામના અનિલભાઈ મકવાણાને બોલાવતા તેઓ બંને જણા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બંને જણાય સંદીપભાઈ ગુર્જર ને પકડી રાખ્યા હતા અને રાજુભાઈ રાવતે સંદીપભાઈ ગુર્જરના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ૪૦ હજારની રોકડ કાડી લીધી હતી અને સંદીપભાઈની આંખના ભાગે મુક્ત મારી ઈજા પહોંચાડી હતી જ્યારે રાહુલ ભાઈ મુનિયાએ સંદીપભાઈ ના ગળામાં પહેરેલ પિયા ૧.૫૦ લાખની કિંમતની આખરે દોઢ તોલા વજનની સોનાની ચેન ખેંચી કાઢી લીધી હતી. આમ ઉપરોક્ત ચારે જણાએ લીમખેડાના વેપારી સંદીપભાઈ પ્રકાશભાઈ ગુર્જરને મારમારી રૂપિયા ૧ ૯૦ લાખની મત્તા લંટી લીધી હતી.
આ સંબંધે માર તેમજ લુટના ભોગ બનેલા લીમખેડાના વેપારી સંદીપભાઈ પ્રકાશભાઈ ગુર્જરે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ લીમખેડાના પીપળી ગામના રાજુભાઈ દલુભાઈ રાવત રાહુલભાઈ મુનિયા તથા મોટા અનિલભાઈ મકવાણા વિદ્ધ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૯(૪), ૩૦૯ (૬) મુજબનો ગુને નોંધી આગળની કાર્યવાહી હાથ ગતિમાન કર્યા છે. તેઓની ધરપકડના ચક્રો