Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

લીમખેડાના લુખાવાડા ગામે ખેતરમાં ગેરકાયદેસર ઉતારેલા વીજ કરંટથી યુવકનુ મોત

-ખેતર માલિક મહિલા અને તેની પુત્રીએ મૃતદેહને બાજુના ખેતરમાં ફેંકી દીધો

લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે ખેતરમાં ઈલેકટ્રીક થાંભલા પરથી વીજ કરંટ છોડાયો હતો તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા યુવક આ વીજ થાંભલાને અડી જતાં તેનુ મોત નીપજયું હતુ. જેની જાણ થતાં ખેતર માલિક મહિલા અને તેની ૫ુત્રીએ યુવકના મૃતદેહને નજીકના ખેતરના શેઢા ઉપર ફેંકી નાસી જતાં આ બાબતે પોલીસે ગુનો નોંઘ્યો છે.

લુખાવાડા ગામે રહેતા શારદાબેન મગનભાઈ પટેલે ગત તા.૨૪મી ઓગસ્ટે તેમના ખેતરમાં કોઈપણ ચેતવણી કે લાઈટ લગાડ્યા વગર ઈલેકટ્રીક થાંભલા સાથે ચાલુ વીજ વાયર લગાડી કરંટ ગોઠવેલ હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ૨૩ વર્ષિય શૈલેષ નાથુભાઈ લવાર આ વીજ થાંભલાને અકસ્માતે અડી જતાં શૈલેષને વીજ કરંટ લાગતા તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. બનાવની જાણ ખેતર માલિક શારદાબેન મગનભાઈ પટેલ તથા તેમની પુત્રી સાકરીબેનને થતાં બંનેએ યુવકના મૃતદેહને નજીકના ખેતરના શેઢા તરફ નાંખી ફરાર થઈ ગયા હતા. ધટનાની જાણ યુવકના પરિવારને અને પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ કરતા બનાવ અંગેની હકીકત બહાર આવતા આ બાબતે નાથુભાઈ બાધરભાઈ લવારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે ખેતરમાં ઈલેકટ્રીક થાંભલા પરથી વીજ કરંટ છોડાયો હતો તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા યુવક આ વીજ થાંભલાને અડી જતાં તેનુ મોત નીપજયું હતુ. જેની જાણ થતાં ખેતર માલિક મહિલા અને તેની ૫ુત્રીએ યુવકના મૃતદેહને નજીકના ખેતરના શેઢા ઉપર ફેંકી નાસી જતાં આ બાબતે પોલીસે ગુનો નોંઘ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar