Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

લુણાવાડા મામલતદાર કચેરીના શોૈચાલયમાં ગંદકીનુ સામ્રાજય : સ્વચ્છતાં અભિયાનના ધજાગરા

લુણાવાડા મામલતદાર કચેરીમાં તંત્રની ઘોર લાપરવાહી અને લાલિયાવાડીના કારણે સ્વચ્છતાં અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે. કચેરીમાં આવતા અરજદારો માટે પ્રાથમિક સુવિધા સમાન શોૈચાલયો નર્કાગાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા છે.

સ્વચ્છ ભારત મિશન પાછળ જાહેરાતો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ લુણાવાડા મામલતદાર કચેરીમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

અહિં વિવિધ વહીવટી કામો અર્થે આવતા સેંકડો અરજદારો માટે પ્રાથમિક સુવિધા સમાન શોૈચાલયો ભારે દુર્ગંધ અને અતિશય ગંદકીથી ખદબદી રહ્યા હતા. કચેરીની આ નબળી વ્યવસ્થાના કારણે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે. અંદર આવેલા શોૈચાલયોની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, ત્યાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બન્યુ છે. વોશ‚મના યુરિનલ પોટ્સની હાલત અત્યંત દયનીય છે. તેમાં પાન-મસાલા અને ગુટકા ખાઈને થુંકવામાં આવે છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચ અને કચરો નાંખીને તેને સંપુર્ણપણે બ્લોક કરી દેવાયુ છે. જેના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પ્રકારની ગંદકીના કારણે કચેરીમાં રોગચાળો ફાટી નીકળવાની ભિતી સેવાઈ રહી છે. કચેરીમાં અરજદારો માટેની લોબી અને બેઠક વ્યવસ્થા પણ જર્જરિત જોવા મળી છે.

સ્વચ્છ ભારત મિશન પાછળ જાહેરાતો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ લુણાવાડા મામલતદાર કચેરીમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. અહિં વિવિધ વહીવટી કામો અર્થે આવતા સેંકડો અરજદારો માટે પ્રાથમિક સુવિધા સમાન શોૈચાલયો ભારે દુર્ગંધ અને અતિશય ગંદકીથી ખદબદી રહ્યા હતા. કચેરીની આ નબળી વ્યવસ્થાના કારણે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે. અંદર આવેલા શોૈચાલયોની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, ત્યાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બન્યુ છે. વોશ‚મના યુરિનલ પોટ્સની હાલત અત્યંત દયનીય છે. તેમાં પાન-મસાલા અને ગુટકા ખાઈને થુંકવામાં આવે છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચ અને કચરો નાંખીને તેને સંપુર્ણપણે બ્લોક કરી દેવાયુ છે. જેના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પ્રકારની ગંદકીના કારણે કચેરીમાં રોગચાળો ફાટી નીકળવાની ભિતી સેવાઈ રહી છે. કચેરીમાં અરજદારો માટેની લોબી અને બેઠક વ્યવસ્થા પણ જર્જરિત જોવા મળી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar