મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામે મગરના હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિ માટે ૧૦૮ ઈમરજન્સી સેવા સાચા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ છે. તળાવના કિનારે થયેલા હિંસક હુમલામાં ગંભીર રીતે ધવાયેલા વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં કોઠંબા લોકેશનની ૧૦૮ની ટીમે ગણતરીની મિનીટોમાં ધટના સ્થળે પહોંચી ત્વરિત તબીબી સારવાર પુરી પાડી હતી.
આ સમય સુચકતાને કારણે એક અમુલ્ય માનવ જીંદગી બચાવવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ થાણાસાવલી ગામના તળાવમાં એક મગરે વ્યક્તિ પર ઓચિંતો હુમલો કર્યો હતો. જેમાં તેને પગમાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ અતિશય રકતસ્ત્રાવ શ થઈ ગયો હતો. દર્દીની હાલત લથડતા પરિવારજનોએ ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી હતી. જે ૧૦૮ ની ટીમના ઈએમટી યોગેશ પગીએ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ઈઆરસીપી ફિઝિશીયન ડો.રીચી સાથે ટેલિફોનીક પરામર્શ કરી ધટના સ્થળે જ દર્દીને જરી જીવનરક્ષક ઈન્જેકશન આપી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમની બાકીની સારવાર કરાઈ હતી.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામે મગરના હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિ માટે ૧૦૮ ઈમરજન્સી સેવા સાચા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ છે. તળાવના કિનારે થયેલા હિંસક હુમલામાં ગંભીર રીતે ધવાયેલા વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં કોઠંબા લોકેશનની ૧૦૮ની ટીમે ગણતરીની મિનીટોમાં ધટના સ્થળે પહોંચી ત્વરિત તબીબી સારવાર પુરી પાડી હતી. આ સમય સુચકતાને કારણે એક અમુલ્ય માનવ જીંદગી બચાવવામાં સફળતા મળી છે.
