Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

લુણાવાડાની સરસ્વતી વિદ્યાલય લકડીપોયડા ખાતે 'ડિજિટલ હયાતી ખરાઈ (DLC)' કેમ્પ યોજાયો: ભારત વિકાસ પરિષદ બાયડના સહયોગથી દિવ્યાંગ બાળકોને કીટ અને નાસ્તાનું વિતરણ કરાયું

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી સરસ્વતી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, લકડીપોયડા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના વિશેષ સહયોગથી એક અગત્યના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલસર ક્લસ્ટરમાં ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો તેમજ આજુબાજુના ગામોના વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા 'DLC (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ) - ડિજિટલ હયાતીની ખરાઈ' કરવા માટેનો વિશેષ કેમ્પ યોજાયો હતો.

​આ કેમ્પ મહીસાગર જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ નિલેશભાઈની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેમ્પમાં ઉપસ્થિત એક ID (માનસિક મંદતા ધરાવતા) બાળકને વિશેષ શૈક્ષણિક/જીવનજરૂરી કીટ આપવામાં આવી હતી. આ સાથે જ, ભારત વિકાસ પરિષદ, બાયડ ના ઉમદા સહયોગથી કેમ્પમાં હાજર રહેલા તમામ લાભાર્થીઓ અને બાળકો માટે ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારના આશરે ૨૫ થી ૩૦ જેટલા જ‚રિયાતમંદ લાભાર્થીઓએ હાજર રહીને પોતાની હયાતીની ખરાઈ ઓનલાઈન (બાયોમેટ્રિક) કરાવી હતી, જેથી તેમને મળવાપાત્ર પેન્શનના લાભો અટક્યા વિના સતત મળતા રહે.

આ સમગ્ર માનવતાવાદી અને કલ્યાણકારી કેમ્પનું સફળ સંચાલન શાળાના દિવ્યાંગ બાળકોના સમર્પિત શિક્ષક જે. પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ઘરઆંગણે જ આવી સરસ સુવિધા અને સહયોગ મળવા બદલ ગ્રામજનો તથા લાભાર્થીઓએ શાળા પરિવાર, જીલ્લા સમાજ સુરક્ષા કચેરી અને ભારત વિકાસ પરિષદ, બાયડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી સરસ્વતી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, લકડીપોયડા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના વિશેષ સહયોગથી એક અગત્યના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલસર ક્લસ્ટરમાં ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો તેમજ આજુબાજુના ગામોના વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા 'DLC (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ) - ડિજિટલ હયાતીની ખરાઈ' કરવા માટેનો વિશેષ કેમ્પ યોજાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar