Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

મહેસાણાની પાંચેય પાલિકામાં ભાજપના મેન્ડેટનો અમલ, પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા

હેસાણા જિલ્લાની પાંચ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો હતો ત્યારે આજે મંગળવારે પાંચેય પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાંચેય પાલિકામાં ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટ મુજબ વરણી કરવામાં આવી હતી. જિલ્લાની પાંચ પાલિકા પૈકી ઊંઝામાં પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલ, કડીમાં રાજેન્દ્રભાઈ ગજ્જર, વિજાપુરમાં કામિનીબેન પટેલ વરાયા હતા જ્યારે બેચરાજીમાં નરેન્દ્રભાઈ પટેલ અને વિસનગરમાં આશાબેન પટેલ પાલિકા પ્રમુખ તરીકે નિર્વિÎને ચૂંટાઈ આવ્યા હતા.

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લઈ આજે સવારે ૧૧ કલાકે પાલિકાનાં સભાખંડમાં પ્રથમ સામાન્ય સભાનું આયોજન પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કરાયું હતું. જેમાં પ્રમુખ તરીકે ક્રિમાબેન ઉમંગભાઈ પટેલ મિલન અને ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ છનાભાઈ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ઊંઝા નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ પદ માટે સામાન્ય બેઠક છે ત્યારે આજે યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે વોર્ડ નં. ૮માંથી બિનહરિફ બનેલાં ક્રિમાબેન ઉમંગભાઈ પટેલ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૧માંથી બિનહરિફ વિજયી ઉમેદવાર અતુલભાઈ છનાભાઈ નાયકની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે અનિતાબેન પ્રજાપતિ, પક્ષના નેતા તરીકે રોનકભાઇ સુથાર અને દંડક તરીકે વિષ્ણુભાઈ નાયીની વરણી કરવામાં આવી હતી.આ કાર્યકમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ સહિત ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઊંઝા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ક્રિમાબેન પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપ મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે કામ કરેલું છે. પક્ષ પાસે જ્યારે મેં કોર્પોરેટર તરીકે મેન્ડેટ માંગ્યો ત્યારે પક્ષે મને મેન્ડેટ આપ્યો, અને આજે મને પ્રમુખનો હોદ્દો આપ્યો છે એ બદલ હું ભાજપનો આભાર માનું છું. આવનારા સમયમાં હરણફાળ વિકાસ થાય અને પક્ષનું નામ રોશન થાય તેવા પ્રયત્નો કરીશું.

વિજાપુર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો ત્યારે વિજાપુર નગરપાલિકાના સભ્યોની મંગળવારના રોજ નગરપાલિકા સભાખંડમાં ચૂંટણી અધિકારી ભગવતીબેન રાઠોડની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ તરફથી અપાયેલા મેન્ડેટ મુજબ વિજાપુર નગરપાલિકાના પ્રમુખપદે પટેલ કામિનીબેન ભરતભાઈ, ઉપપ્રમુખ પદે બીનાબેન પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ પરમાર વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, વિજાપુર ધારાસભ્ય ડો. સી.જે.ચાવડા, ભાજપ શહેર પ્રમુખ અગન બારોટ તેમજ તમામ ૨૮ સભ્યો હાજર રહ્યા હતા.

બેચરાજી નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આજે પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નં. ૫માંથી વિજેતા બનેલા નરેન્દ્રભાઈ મફતલાલ પટેલ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૬માંથી વિજેતા બનેલાં હંસાબેન ગફુરભાઈ ભરવાડની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ શાહ, દંડક તરીકે કનૈયાલાલ રાવલ તથા પક્ષના નેતા તરીકે મનુજી ઠાકોરની વરણી કરાઈ હતી.

વિસનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવતાં તમામ બેઠકો જીતી લીધી હતી. જેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં પ્રમુખપદ માટે વોર્ડ નં. ૮માંથી વિજેતા બનેલાં આશાબેન પટેલને ભાજપ દ્વારા મેન્ડેટ અપાયું હોવાથી તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રાજુભાઈ સુખડિયા, દંડક તરીકે ઉમંગ દેસાઈ, પક્ષના નેતા તરીકે દીપકભાઈ મોદીની વરણી પણ કરવામાં આવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની વરણી થતાં ભાજપના આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

કડી નગરપાલિકાની ૩૬માંથી ૨૮ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આજે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે રાજુભાઈ ગજ્જર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન હરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે શૈલેષભાઈ ગોવિંદભાઈ પટેલ, દંડક તરીકે મયંકકુમાર સુબોધભાઈ દરજી અને પક્ષના નેતા તરીકે વિષ્ણુભાઈ ચતુરભાઈ બજાણીયાની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ૨૬મી એપ્રિલે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જાકે, કડીમાં ભાજપે ચૂંટણી અગાઉ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૩૬માંથી ૨૮ બેઠકો બિનહરીફ કરી પાલિકા પર ભગવો લહેરાવી દીધો હતો. તે પછી ૨૬મીએ બાકીની ૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જાકે, આ આઠેય બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી.

મહેસાણા જિલ્લાની પાંચ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો હતો ત્યારે આજે મંગળવારે પાંચેય પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાંચેય પાલિકામાં ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટ મુજબ વરણી કરવામાં આવી હતી. જિલ્લાની પાંચ પાલિકા પૈકી ઊંઝામાં પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલ, કડીમાં રાજેન્દ્રભાઈ ગજ્જર, વિજાપુરમાં કામિનીબેન પટેલ વરાયા હતા જ્યારે બેચરાજીમાં નરેન્દ્રભાઈ પટેલ અને વિસનગરમાં આશાબેન પટેલ પાલિકા પ્રમુખ તરીકે નિર્વિÎને ચૂંટાઈ આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar