
મહીસાગર જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવા રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં સ્થાનિક રહીશોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
માહિતી અનુસાર, દિવસભરના બફારા બાદ અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદ શ થયો હતો.
સંતરામપુર તાલુકાના વાઝિયાખૂટ નેસ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત, લુણાવાડા તાલુકાના વિરાણીયા, પાનમ પાલ્લા અને ઝારા જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ વીરપુર શહેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયની ગરમી બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.
માહિતી અનુસાર, દિવસભરના બફારા બાદ અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદ શ થયો હતો. સંતરામપુર તાલુકાના વાઝિયાખૂટ નેસ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.
