
મોરવા હડફ તાલુકાના આલું મેત્રાલ ગામે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત બનનાર પંપીંગ સ્ટેશન નં.૨ નું તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ ભોઈ અને નાયબ કાર્યપાલક ઇજનેર વિરેન્દ્રસિંહ તલારની ઉપસ્થિતિમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ૩૧.૩૩ કરોડ પિયાના ખર્ચે તૈયાર થનાર આ પંપીંગ સ્ટેશન મોરવા હડફ તાલુકાની સિંચાઈ વ્યવસ્થામાં નવો અધ્યાય શ કરશે તેમજ આ યોજના કાર્યરત થશે.
ત્યારે ૧૨૫૦ હેકટર ખેતી વિસ્તારને બારેમાસ સિંચાઈનું પાણી મળતું થશે, જેના પરિણામે ખેડૂતો એકને બદલે બે-ત્રણ પાક લઈ શકશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખાસ કરીને ભાઠા અને મેત્રાલ ગામના તળાવોને પાનમના પાણીથી ભરવામાં આવશે. જેનાથી માત્ર ખેતી જ નહીં પરંતુ ગામના પીવાના પાણી અને પશુઓ માટે પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવનાર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સરકારની ખેડૂતલક્ષી યોજનાને વધાવી હતી અને કામ નિયત સમયમાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. યોજનાના ખાતમુહૂર્તને પગલે સમગ્ર પંથકના ખેડૂતોમાં વ્યાપક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
મોરવા હડફ તાલુકાના આલું મેત્રાલ ગામે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત બનનાર પંપીંગ સ્ટેશન નં.૨ નું તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ ભોઈ અને નાયબ કાર્યપાલક ઇજનેર વિરેન્દ્રસિંહ તલારની ઉપસ્થિતિમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ૩૧.૩૩ કરોડ પિયાના ખર્ચે તૈયાર થનાર આ પંપીંગ સ્ટેશન મોરવા હડફ તાલુકાની સિંચાઈ વ્યવસ્થામાં નવો અધ્યાય શ કરશે તેમજ આ યોજના કાર્યરત થશે. ત્યારે ૧૨૫૦ હેકટર ખેતી વિસ્તારને બારેમાસ સિંચાઈનું પાણી મળતું થશે, જેના પરિણામે ખેડૂતો એકને બદલે બે-ત્રણ પાક લઈ શકશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખાસ કરીને ભાઠા અને મેત્રાલ ગામના તળાવોને પાનમના પાણીથી ભરવામાં આવશે. જેનાથી માત્ર ખેતી જ નહીં પરંતુ ગામના પીવાના પાણી અને પશુઓ માટે પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવનાર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સરકારની ખેડૂતલક્ષી યોજનાને વધાવી હતી અને કામ નિયત સમયમાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. યોજનાના ખાતમુહૂર્તને પગલે સમગ્ર પંથકના ખેડૂતોમાં વ્યાપક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
