મોરવા(હ)ના નાગલોદ ગામના પગી ફળિયામાં સમી સાંજે દિપડો રહેણાંક મકાનની છત પર અડિંગો જમાવી બેસી ગયો હતો. દિપડો રહેણાંક વિસ્તારમાં આવી જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.
ગામના પગી ફળિયામાં રહેતા લાલાભાઈ પગીના મકાનની છત પર મોડી સાંજે દિપડો બેઠેલો જોવાયો હતો. દિપડો મકાનની પેરાફિટ પર શાંતિથી બેઠેલો જોવા મળતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા.
અને વન વિભાગને જાણ કરી હતી. જોકે દિપડો અંધા થતાં જ આપમેળે સીડી વડે ઉતરી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. જેથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. જોકે દિપડો રહેણાંક વિસ્તારમાં આવી જતાં ફળિયાના રહિશોએ સતર્કતાના ભાગપે તાપણું કરી રાત્રિ દરમિયાન રોન ફરવાનુ મુનાસીબ માન્યુ હતુ. દિપડો પગી ફળિયામાંથી ભાગી ગયા બાદ તળાવની પાળ પર થઈ ખેતરોમાં જતો પણ જોવાયો હતો. દિપડાએ બે બકરાનુ મારણ પણ કર્યુ હોવાની ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી.
ગામના પગી ફળિયામાં રહેતા લાલાભાઈ પગીના મકાનની છત પર મોડી સાંજે દિપડો બેઠેલો જોવાયો હતો. દિપડો મકાનની પેરાફિટ પર શાંતિથી બેઠેલો જોવા મળતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. અને વન વિભાગને જાણ કરી હતી. જોકે દિપડો અંધા થતાં જ આપમેળે સીડી વડે ઉતરી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. જેથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. જોકે દિપડો રહેણાંક વિસ્તારમાં આવી જતાં ફળિયાના રહિશોએ સતર્કતાના ભાગપે તાપણું કરી રાત્રિ દરમિયાન રોન ફરવાનુ મુનાસીબ માન્યુ હતુ. દિપડો પગી ફળિયામાંથી ભાગી ગયા બાદ તળાવની પાળ પર થઈ ખેતરોમાં જતો પણ જોવાયો હતો. દિપડાએ બે બકરાનુ મારણ પણ કર્યુ હોવાની ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી.
