Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ બ્રાઝીલથી ગુજરાત મારફતે દિલ્હી મોકલવાનું હતું

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે ૧૧૯ કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં કોકેઇન પહોંચાડવાના કાવતરાને નિષ્ફળ બનાવતા એક વિદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે યુરોપ નામના કાર્ગો વહાણ પર નજર રાખવામાં આવી હતી. બાતમી મુજબ વહાણના ક્રૂ મેમ્બર ન્ગીટ નાસોરો જુમાને અને જુમા નાસિર ઓમર દ્વારા બ્રાઝીલથી ૬ થેલામાં કોકેઇન લાવવામાં આવ્યું હતું. આ જથ્થો મુન્દ્રા નજીક દરિયામાં ફિશિંગ બોટ મારફતે દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન હતો.ભારતીય સમાચાર વિશ્લેષણ

એટીએસના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ મુન્દ્રા ખાતે પહોંચી હતી અને કોસ્ટગાર્ડ સાથે મળીને દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વોચ દરમિયાન યુરોપ કાર્ગો વહાણની ઓળખ થતાં જ ટીમે તેની નજીક જઈ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બે શંકાસ્પદ ઇસમોએ વજનદાર થેલાઓ દરિયામાં ફેંકી દીધા હતા.

કોસ્ટગાર્ડની મદદથી દરિયામાં તરતા પાંચ થેલાઓ રિકવર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે થેલાના પાર્સલ ખોલીને તપાસ કરતાં ડ્રગ્સ ડિટેક્શન કિટમાં કોકેઇનની હાજરી મળી આવી હતી. કુલ ૧૧૫ પેકેટમાંથી ૧૧૮.૯૭૭ કિલો કોકેઇન ઝડપાયું હતું. સાથે જ ચાર એપલ એરટેગ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે કાર્ગો વહાણ પર ચડી તમામ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આરોપી જુમા નાસિર ઓમરએ કબૂલાતમાં જણાવ્યું કે તેણે નવેમ્બર ૨૦૨૫થી માલ વહાણના મોટર રૂમમાં છુપાવ્યો હતો અને હેન્ડલરના કહેવા મુજબ ડિલિવરી કરવાનું હતું.

બીજા આરોપ જુમા નાસિર ઓમર દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન વહાણમાંથી જર્મન કંપનીના બે જીપીએસ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસ પણ મળી આવ્યા છે.

આ કેસમાં દિલ્હી ખાતે રહેલા કેલવીન ચુકવુમા અને બ્યારૂહંગા જેમ્સ નામના બે વિદેશી નાગરિકોને પણ ગુજરાત એટીએસએ દિલ્હી પોલીસની મદદથી રાઉન્ડઅપ કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં તાન્ઝાનિયા, નાઇજીરીયા અને યુગાન્ડાના નાગરિકો સામેલ હોવાનું સામે આવ્યું છે.

મુન્દ્રા પોર્ટ ઓથોરિટી, કોસ્ટલ પોલીસ, મરીન પોલીસ અને એટીએસ વચ્ચેના સંકલનથી આ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક તોડી પાડવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓ હવે આ ડ્રગ્સ કાર્ટેલના આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે ૧૧૯ કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં કોકેઇન પહોંચાડવાના કાવતરાને નિષ્ફળ બનાવતા એક વિદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar