Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નસવાડી તાલુકાના ૧૧ ખેડુતો પાસેથી ટ્રેકટર ભો લઈ બે વર્ષ ભાડું નહીં ચૂકવનાર વિરૂદ્ધ જીલ્લા પંચયત પ્રમુખને રજુઆત

સવાડી તાલુકાના ૧૧ જેટલા ખેડૂતો પાસેથી એક શખસે ભાડે-ગીરો ટ્રેક્ટર લીધા બાદ ન તો ભાડું ચુકવ્યું કે ન તો ગીરો લીધેલ ટ્રેક્ટર પરત આપ્યું. બે વર્ષથી પરેશાન ખેડૂતોએ આ બાબતે પોલીસને પણ લેખિત રજુઆતો કરી હતી.પરંતુ ત્યાર બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે રવિવારે જીલ્લા પંચાયત ઉપપ્રમુખના ઘરે જઈને તેઓને રજૂઆત કરી.

સંખેડા તાલુકાના પડવાણ ગામે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલના ઘરે નસવાડી તાલુકાના ટ્રેક્ટર ભાડે આપનારા આદિવાસી ખેડૂતો સાથે ચીટીંગ થયા હોવા બાબતેની રજૂઆત કરવા માટે આવ્યા હતા.

છેતરાયેલા ખેડૂતોએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમારી પાસે મહીને ૧૫૦૦૦ ‚પિયા ભાડું આપવાની લાલચ આપીને ટ્રેકટર ભાડે લઇ ગયો હતો. અમને મહીને ૧૫૦૦૦ ‚પિયા મળવાની આશા હતી. અમારામાંથી કોઈક તો એવા પણ હતા કે જેઓએ લોનથી ટ્રેકટર લીધું હતું. આશરે બે વર્ષ વીતી જવા છંતા અમને ભાડે લેવાયેલા ટ્રેકટરના ભાડા નથી અપાયા.

એક ખેડૂતે એવો આક્ષેપ કર્યો હતો કે તેણે ટ્રેક્ટર ગીરો આપ્યું હતું. પણ તેના પૈસા આપવા છંતા હજી સુધી ટ્રેક્ટર પરત આપ્યું નથી.

આ બાબતે ખેડૂતોએ નસવાડી પોલીસને લેખિત રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. પણ આજદિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ વિસ્તારમાં પ્રવાસે ગયેલા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલને આ બાબતે રજૂઆત પણ કરી હતી.

ખેડૂતોએ વારંવાર પોલીસને અરજી આપી છે છતા કોઈ નિકાલ આવ્યો નથી મને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે અમારી સાથે ફ્રોડ થયું છે. કલ્પેશભાઈ સોલંકી નામનો એક વ્યક્તિ ભાડા પેટે ટ્રેક્ટર લઇ ગયો હતો. ટ્રેક્ટરનું ભાડું નથી આપતો અને ટ્રેક્ટર પણ પાછો નથી આપતો. અમુક ખેડૂતોનું ટ્રેક્ટર ગીરો પેટે લઇ ગયા હતા. તેના પૈસા પણ કલ્પેશભાઈને આપી દીધા હતા. છતા નથી ટ્રેક્ટર આપતો કે નથી પૈસા આપતો. ખેડૂતોએ વારંવાર પોલીસને અરજી આપી છે છતા કોઈ નિકાલ આવ્યો નથી. જેથી મારા ઘરે ખેડૂતો આવ્યા હતા. મેં ગઈકાલે રાત્રે છોટાઉદેપુર એસ.પી.ને રજૂઆત કરી હતી. - રાયસિંગભાઈ ભીલ, ઉપપ્રમુખ છોટાઉદેપુર જી.પં. ….

નસવાડીમાં જમાદારને ફરિયાદ લખાવી હતી કલ્પેશ સોલંકી અમારા ટ્રેક્ટર ગીરવે લઇ ગયો હતો. લગભગ બે વર્ષ થઇ ગયા. ભાડું નથી આપતો પૈસા લઈને જઈએ તો કાલે મળી જશે પરમ દિવસે મળી જશે, એમ ધક્કા ખવડાવે છે. નસવાડીમાં જમાદારને ફરિયાદ લખાવી હતી. પણ હજી કઈ થયું નથી. - ભીલ નિલેશભાઈ દામણભાઈ…

ભાડું નથી આપતો કેટ્રેક્ટર પણ પરતનથી આપતો કલ્પેશભાઈ સોલંકીને ૧૭૦૦૦‚પિયા ભાડે આપ્યું હતું. હવેભાડું નથી આપતો કે ટ્રેક્ટર પણનથી આપતો. ફોન અમારા બંધકરી દીધા છે. ફોન ઉપાડતાનથી. બે-ત્રણ વાર અરજી કરીછે. - પુનાભાઈ ભીલ…

સંખેડા તાલુકાના પડવાણ ગામે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલના ઘરે નસવાડી તાલુકાના ટ્રેક્ટર ભાડે આપનારા આદિવાસી ખેડૂતો સાથે ચીટીંગ થયા હોવા બાબતેની રજૂઆત કરવા માટે આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar