Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નસવાડી-કોસિંદ્રા નેશનલ હાઈવે-૫૬ ની દિવાલ બની આફત : ખેતરો વરસાદી પાણીથી જળ બંબાકર

નસવાડીના ધામસીયાથી જબુગામ સુધી નેશનલ હાઈવે-૫૬ ની કામગીરીમાં નસવાડી નજીક બનેલી દિવાલો ખેડુતો માટે આફત બની છે. હાઈવેની બંને બાજુ બંધાયેલી દિવાલોથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટક્યો છે. ખેતરો જળબંબાકર બન્યા છે. પહેલા જ વરસાદમાં પાક નિષ્ફળ જવાની ભિતીથી ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડુતોનો આક્ષેપ છે કે, એન.એચ.-૫૬ ની કામગીરી દરમિયાન ઈજનેરોએ પાણીના કુદરતી વ્હેણનો અભ્યાસ કર્યો નથી.

હાઈવેની બંને તરફ ઉંચી દિવાલો બનાવી દીધી છે. પાણીના નિકાલ માટે પુરતી ગટર કે કલવર્ટની વ્યવસ્થા કરી નથી. વરસાદનુ પાણી સીધુ ખેતરોમાં ભરાઈ રહ્યુ છે. ખેડુતોએ કહ્યુ કે, અગાઉ વરસાદ ન પડતા વાવેલુ બિયારણ ફેલ થઈ ગયુ હતુ. મુશ્કેલીથી ફરી બિયારણ વાવ્યુ હતુ. હવે ખેતરોમાં પાણી ભરાતા બીજી વાર પણ બિયારણ ફેલ થઈ જવાની ભિતી સેવાઈ રહી છે. એક જ સીઝનમાં બે વાર વાવણીનો ખર્ચ પોસાય તેમ નથી. ખેડુતોનો આક્રોશ છે કે, પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઈજનેરો સ્થળ પર આવ્યા નથી. કોન્ટ્રાકટરે પણ ડોકિયુ કર્યુ નથી. ખેડુતો હવે પાણી ખેતરો બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે.

ખેડુતોનો આક્ષેપ છે કે, એન.એચ.-૫૬ ની કામગીરી દરમિયાન ઈજનેરોએ પાણીના કુદરતી વ્હેણનો અભ્યાસ કર્યો નથી. હાઈવેની બંને તરફ ઉંચી દિવાલો બનાવી દીધી છે. પાણીના નિકાલ માટે પુરતી ગટર કે કલવર્ટની વ્યવસ્થા કરી નથી. વરસાદનુ પાણી સીધુ ખેતરોમાં ભરાઈ રહ્યુ છે. ખેડુતોએ કહ્યુ કે, અગાઉ વરસાદ ન પડતા વાવેલુ બિયારણ ફેલ થઈ ગયુ હતુ. મુશ્કેલીથી ફરી બિયારણ વાવ્યુ હતુ. હવે ખેતરોમાં પાણી ભરાતા બીજી વાર પણ બિયારણ ફેલ થઈ જવાની ભિતી સેવાઈ રહી છે. એક જ સીઝનમાં બે વાર વાવણીનો ખર્ચ પોસાય તેમ નથી. ખેડુતોનો આક્રોશ છે કે, પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઈજનેરો સ્થળ પર આવ્યા નથી. કોન્ટ્રાકટરે પણ ડોકિયુ કર્યુ નથી. ખેડુતો હવે પાણી ખેતરો બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar