Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નસવાડીમાં બારદાનના અભાવે માત્ર નવ પાસેથી મકાઇની ખરીદી

સવાડીમાં પુરવઠા ગોડાઉન મેનેજર દ્વારા જીલ્લા પુરવઠા વિભાગ ની સૂચના મુજબ ટેકા ના ભાવે ખેડૂતો પાસે થી મકાઈ ખરીદી શ‚ કરાઈ હતી. જેમાં ૯૦ ખેડૂતોના રજીસ્ટેશન સામે ફક્ત ૯ ખેડૂતો ની મકાઈ લેવાઈ હોય બારદાન ખલાસ થઈ જતા બારદાન આવે ખરીદી શ‚ કરવાનું ગોડાઉન મેનેજર જણાવ્યું હોય ખેડૂતો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.

કેટલાય ખેડૂતો ગોડાઉન ઉપર આવીને પૂછપરછ કરી રહ્યા છે.

તો કેટલાય ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે, ખેડૂતોને બોલવામાં પણ પુરવઠા વિભાગ વ્હલા દવાલાની નીતિ અપનાવે છે.

જેઓ એ પેહલા રજીસ્ટેશન કરાવ્યું હતુ એમનો હજુ નંબર નથી આવ્યો અને પાછળવાળાનો નંબર આગણ આવ્યો ની વાત ખેડૂતો કરી રોષ વ્યક્ત કર્યો છે. જયારે મકાઈ ખરીદી સેન્ટર શ‚ કર્યાના બે-ચાર દિવસમાં બારદાનના અભાવે બંધ થાય તો બારદાન એવી કઈ મિલમાં બને છે કે, પુરવઠા વિભાગને મળતા નથી. તેવા ખેડૂતો પ્રશ્ન ઉઠાવ્યા છે. જીલ્લા પુરવઠા અધિકારી આ બાબતે ધ્યાન આપે તેવી ખેડૂતો માંગ કરી છે.

બારદાન લઈ આવ્યા હતા તેમને પેમેન્ટ કરીશું બારદાન આવશે એટલે ખરીદી શ‚ કરાશે. બારદાન ખેડૂતો લઈ આવ્યા હતા તેઓ ને પેમેન્ટ કરીશુ. ૯૦ ખેડૂતો માંથી ૯ ખેડૂતો ની મકાઈ લેવાઈ છે. હવે ઝડપ થી ખરીદી કરીશું. ખેડૂતોને અમો જાણ નથી કરતા પુરવઠા તંત્ર જાણ કરે છે.:- આકાશગાવિત, ગોડાઉન મેનેજર, નસવાડી…

મારો નંબર સાતમો હતો તોય નથી આવ્યો બારદાન નથી એટલે ખરીદી બંધ છે. ખેડૂતોની મકાઈ ખરીદી ક્યારે કરશે આ કેવું ચાલે છે પુરવઠા અધિકારી ધ્યાન આપવું જોઈએ મારો નંબર સાતમો હતો તોય હજુ નથી આવ્યો. બીજાના નંબર આવી ગયા એનો મતલબ કંઈક ખોટું થાય છે. ખેડૂતોની મકાઈ ઝડપ થી ખરીદી કરો સરકાર ધ્યાન આપે ચૂંટાયેલા નેતા ઓ ધ્યાન આપે. મેસેજ સિસ્ટમ થી જાણ કરાય છે, તો કેમ મને મેસેજ નથી મળ્યો. :- દેવેન્દ્રસિંહ ચૌહાણ ખેડૂત…

કેટલાય ખેડૂતો ગોડાઉન ઉપર આવીને પૂછપરછ કરી રહ્યા છે. તો કેટલાય ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે, ખેડૂતોને બોલવામાં પણ પુરવઠા વિભાગ વ્હલા દવાલાની નીતિ અપનાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar