Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નેપાળ દુર્ઘટનામાં ૧૨ ગુજરાતી લાપતા, પહેલા નવસારીના ૪ યુવાનો હેમખેમ વતન પહોંચ્યા હતા

નેપાળમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ભયાનક પૂર અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ૧૨ વ્યક્તિ ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહૃાા છે. નેપાળ દુર્ઘટનામાં ગુમ ગુજરાતના ૧૨ વ્યક્તિમાં અમદાવાદ-સુરતના ૩-૩, વડોદરા-આણંદના ૨-૨ તથા રાજકોટ અને વલસાડના ૧-૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. જેથી આ લોકોની શોધખોળ માટે નેપાળની સરકાર અને ત્યાંના સ્થાનિક બચાવકર્તાઓએ યુદ્ધના ધોરણ બચાવકાર્ય શ‚ કર્યું છે.

નેપાળ દુર્ઘટનામાં ગુજરાતના ૧૨ વ્યક્તિ ગુમ

દિનેશ પટેલ, અમદાવાદ,ભાવિકકુમાર રાવલ, અમદૃાવાદ,અશોક કાપડી, અમદૃાવાદ,જય કોટેચા, રાજકોટ,પરેશ પટેલ, સુરત,જ્યોતિ પટેલ, સુરત,મિનાક્ષી રામાણી, સુરત,કિન્નરી પટેલ, વડોદરા,મિહીર પટેલ, વડોદરા,બિમલકુમાર પટેલ, આણંદ જયમીનો પટેલ, આણંદૃ,રોમા ઇંટવાલા, વલસાડ

નોંધનીય છે કે, આ પહેલા નવસારીના ચાર યુવાનો આબાદ બચાવ સાથે પોતાના વતન પરત ફર્યા હોવાની માહિતી સામે આવી હતી. પોખરા, કાઠમંડુ અને મુક્તિનાથના પ્રવાસે ગયેલા આ યુવાનોએ પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં જ સમયસૂચકતા વાપરીને હેમખેમ ઘરે પહોંચી જતાં તેમના પરિવારજનોમાં રાહતનો શ્ર્વાસ ફેલાયો છે.

આ ઉપરાંત, નેપાળમાં તબાઈ મચી એ દૃરમિયાન જ રાજકોટના ૧૨૦ જેટલા લોકો કૈલાશ માનસરોવરની જાત્રાએ જવાના હતા, જોકે કોઈ કારણસર તેઓનો પ્લાન રદ થતા તેઓ ત્યાં જવાનું ચુકી ગયા છે, ત્યારે ભગવાન શિવની કૃપાથી તેઓનો જીવ બચી ગયો હોવાનું માની તેઓ ભગવાન શિવને વંદન કરી રહૃાા છે.

નેપાળમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ભયાનક પૂર અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ૧૨ વ્યક્તિ ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહૃાા છે. નેપાળ દુર્ઘટનામાં ગુમ ગુજરાતના ૧૨ વ્યક્તિમાં અમદાવાદ-સુરતના ૩-૩, વડોદરા-આણંદના ૨-૨ તથા રાજકોટ અને વલસાડના ૧-૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. જેથી આ લોકોની શોધખોળ માટે નેપાળની સરકાર અને ત્યાંના સ્થાનિક બચાવકર્તાઓએ યુદ્ધના ધોરણ બચાવકાર્ય શ‚ કર્યું છે.

નેપાળ દુર્ઘટનામાં ગુજરાતના ૧૨ વ્યક્તિ ગુમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar