Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પાલનપુર તાલુકાના ચડોતર ગામના લોકો રક્ષાબંધનના દિવસે નહીં પણ એક દિવસ પહેલાં કરે છે ઉજવણી

પાલનપુરથી આઠ કિ.મી. દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૦૦ વર્ષ કરતાં પણ વધારે સમયથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું.

તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું.

ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.લોકવાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગચાળો ફેલાઈ ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પૂરી વાત કરી હતી. જેના કારણે પુજારીએ કહ્યું કે, આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે-ખૂણે છાંટી દો જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો હતો. જેના કારણે થોડી જ વારમાં બધું જ શાંત થઈ ગયું હતું.

ત્યાર બાદ સંતે કહ્યું કે, આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઈ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહીં. ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનની ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુરના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની ૨૦૦ વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે તો આ ગામની વહુઓ આજે પોતાના ઘરે તેમના પતિએ રાખડી બાંધવા આવેલી નણંદોનું સ્વાગત કરી

તેમની આગતાસ્વાગતા કરશે અને આવતીકાલે તેઓ પોતાના પિયરમાં જઈને તેમના ભાઈઓને રાખડીઓ બાંધીને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે.સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના પ્યારના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ્ય માટે આજે બહેનો રાખડી બાંધી હતી.

પાલનપુરથી આઠ કિ.મી. દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૦૦ વર્ષ કરતાં પણ વધારે સમયથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar