Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પંચમહાલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ર્ડા.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જયંતિ નિમિત્તે સંમેલન યોજયું

પંચમહાલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ર્ડા.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જયંતિ નિમિત્તે સંમેલન યોજયું

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જયંતિ નિમિત્તે પંચમહાલ જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જીલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો, જીલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો, તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ પ્રભારી હર્ષદ વસાવા, જીલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ અને નરેન્દ્ર સિંહ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

પ્રાસંગિક પ્રવચનમાં જીલ્લા ભાજપ પ્રભારી હર્ષદ વસાવાએ ભાજપના કાર્યકર્તાઓને સંગઠનમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમના યોગદાનને યાદ કર્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વક્તા હેમાંગભાઈએ પંચમહાલના સંગઠન, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન ચરિત્રને રાષ્ટ્રહિતની વાત સાથે સરખાવ્યું હતું. તેમણે જનસંઘની સ્થાપના અને રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને હંમેશા યાદ રાખી, સર્વેને રાષ્ટ્ર માટે કામ કરવા અપીલ કરી હતી.

સંમેલનમાં ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો, જીલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો, તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ પ્રભારી હર્ષદ વસાવા, જીલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ અને નરેન્દ્ર સિંહ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar