અરજદારો તા.૧૦મી જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે.
પંચમહાલ જીલ્લા માટેનો જીલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૬ ગુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાશે.
પંચમહાલ જીલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૭/૨૦૨૬સુધીમાં સબંધિત કચેરીમાંરૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર "જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે.
જીલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં, ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યાં અરજી કરેલ હોવી જોઈએ, જીલ્લાકક્ષાના પ્રશ્ન માટે જીલ્લાના જવાબદાર અધિકારીને કરેલ રજુઆતની નકલ અરજી સાથે જોડવાની રહેશે. તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નોનો જીલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા અને કોર્ટ મેટર થયેલ ના હોય તેવા જ હોવા જોઈએ. તેમજ જીલ્લા સ્વાગતમાં અરજદારે જાતે બ પોતાના પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકશે નહીં તેમ કલેકટર કચેરી,પંચમહાલની યાદીમાં જણાવાયું છે.