
આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. આસામમાં ૧૨૬ બેઠકો, કેરળમાં ૧૪૦ બેઠકો અને પુડુચેરીમાં ૩૦ બેઠકો માટે મતદાન ૯ એપ્રિલના રોજ એક જ તબક્કામાં થયું હતું જયારે તમિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે મતદાન પણ ૨૩ એપ્રિલના રોજ એક જ તબક્કામાં થયું હતું અને પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે મતદાન બે તબક્કામાં થયું હતું.
આ પછી, એક્જિટ પોલ સર્વેક્ષણોએ ચિત્ર મોટાભાગે સ્પષ્ટ કર્યું છે. જાકે, વાસ્તવિક જીત કે હાર આજે જાણી શકાશે. ચુંટણી પંચ દ્વારા મત ગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં મત ગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમ અને ઈવીએમને લગતા વિવાદો વચ્ચે, ચૂંટણી પંચે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે ૧૬૫ વધારાના ગણતરી નિરીક્ષકો અને ૭૭ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
બંગાળમાં પોલ ડાયરીના એક્જિટ પોલ મુજબ, બંગાળમાં ભાજપને ૧૪૨-૧૭૧ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ટીએમસીને ૯૯-૧૨૭ બેઠકો મળવાનો અંદાજ છે. પ્રજાપોલના સર્વે મુજબ, બંગાળમાં ભાજપને ૧૭૮ થી ૨૦૮ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ટીએમસીને ૮૫ થી ૧૧૦ બેઠકો મળવાનો અંદાજ છે. ચાણકય સ્ટ્રેટેજીના એક્જિટ પોલ મુજબ, ભાજપને ૧૫૦ થી ૧૬૦ બેઠકો મળવાનો અંદાજ છે અને ટીએમસીને ૧૩૦ થી ૧૪૦ બેઠકો મળવાનો અંદાજ છે. પીપલ્સ પલ્સ મુજબ, ટીએમસીને ૧૧૮-૧૩૮ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ભાજપને ૧૫૦-૧૭૫ બેઠકો મળવાનો અંદાજ છે. મેટ્રિઝ મુજબ, ટીએમસીને ૧૨૫-૧૪૦ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ભાજપને ૧૪૬-૧૬૧ બેઠકો મળવાનો અંદાજ છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી માટે પ્રચંડ વિજયનો દાવો કર્યો છે. તેમણે એક્જિટ પોલ્સને ફગાવી દીધા છે, તેમને "શેરબજારની હેરાફેરી" ગણાવ્યા છે અને ભાજપ પર ચૂંટણીમાં છેડછાડ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું, "અમે ૨૦૦ થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ.સ્ટ્રોંગ રૂમની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે અન્ય તમામ મતગણતરી કેન્દ્રોની બહાર પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રે પહેલાથી જ મતગણતરી દિવસે કેન્દ્રોની બહાર ફટાકડા ફોડવા અને વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જયારે ૪ કેરળમાં ડાબેરી જાડાણ એલડીએફના ૧૦ વર્ષના શાસનનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. સર્વેમાં કોંગ્રેસની આગેવાની હેઠળના એલડીએફના પુનરાગમનની આગાહી કરવામાં આવી છે. સર્વેમાં કેરળમાં ભાજપ માટે હળવી જીતની પણ આગાહી કરવામાં આવી છે, જે બે આંકડામાં રહેવાની શકયતા છે. ભાજપ આસામમાં વિજયની હેટ્રિક નોંધાવી શકે છે. સર્વેક્ષણો દર્શાવે છે કે ભાજપ જાડાણ ૮૦ થી વધુ બેઠકો જીતી રહ્યું છે.
તમિલનાડુમાં, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ની આગેવાની હેઠળનો સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (એસપીએ) સત્તા જાળવી રાખવામાં સફળ રહે તેવું લાગે છે. ચાણકય, મેટ્રિક્સ, પી-માર્ક, પ્રજા પોલ, પીપલ્સ ડાયરી અને પોલ ડાયરીએ તમિલનાડુમાં ડીએમકેના પુનરાગમનની આગાહી કરી છે. એક્સિસના સર્વેમાં ટીવીકેને ૯૮ થી ૧૨૦ બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી છે.
એક્જિટ પોલ્સ દર્શાવે છે કે આસામમાં કોઈ ઉથલપાથલ નહીં થાય. ભાજપની આગેવાની હેઠળની સરકાર પાછી ફરે તેવી અપેક્ષા છે, ભાજપ ૮૮ થી ૧૦૦ બેઠકો જીતવાનો અંદાજ છે. કોંગ્રેસ અહીં સત્તાથી દૂર હોય તેવું લાગે છે. એક્જિટ પોલ સર્વેક્ષણોએ ચિત્રને મોટાભાગે સ્પષ્ટ કર્યું છે. એક્જિટ પોલ સર્વેક્ષણો અનુસાર, ભાજપ આસામમાં સત્તાની હેટ્રિક મેળવતી દેખાય છે, જ્યારે ભાજપ બંગાળમાં પણ પહેલીવાર સરકાર બનાવે તેવી અપેક્ષા છે. વધુમાં, કેરળમાં ડાબેરીઓનો સફાયો થવાની તૈયારી છે. તમિલનાડુમાં, ટીવીકે, અથવા વિજયની પાર્ટી, જીતી રહી હોય તેવું લાગે છે.
દરમિયાન ટુડેઝ ચાણકયએ ગુરુવારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અંગે એક એક્જિટ પોલ જાહેર કર્યા હતાં ટુડેઝ ચાણકય એક્જિટ પોલ મુજબ, ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધન માટે વાપસીના મજબૂત સંકેતો છે. એક્જિટ પોલ મુજબ, ડીએમકે ગઠબંધનને ૨૩૪ સભ્યોની વિધાનસભામાં ૧૨૫ બેઠકો મળવાનો અંદાજ છે. સર્વેમાં એવી પણ આગાહી કરવામાં આવી છે કે અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકે, ૬૩ બેઠકો જીતી શકે છે અને રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. બીજી તરફ, એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન ૪૫ બેઠકો સુધી મર્યાદિત દેખાય છે.
ઘણી એજન્સીઓના એક્જિટ પોલ પણ તમિલનાડુ ચૂંટણી માટે અલગ અલગ અંદાજા જાહેર કરે છે.મેટ્રિઝ મુજબ, ડીએમકે+ ને ૧૨૨-૧૩૨ બેઠકો, એઆઈએડીએમકે+ ને ૮૭-૧૧૦ બેઠકો, ટીવીકે ૧૦-૧૨ બેઠકો અને અન્યને ૦-૬ બેઠકો મળી શકે છે. તે જ સમયે, 'એક્સિસ માય ઇÂન્ડયા' એક્જિટ પોલમાં મોટો અપસેટ જાવા મળ્યો છે, જેમાં ટીવીકેને ૯૮-૧૨૦ બેઠકો આપીને સૌથી મોટી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી છે. આ સર્વેમાં, ડીએમકે+ ને ૯૨-૧૧૦ બેઠકો અને એઆઈએડીએમકે+ ને ૨૨-૩૨ બેઠકો મળવાની ધારણા છે.
પી-એમએઆરક્યૂ અનુસાર, ડીએમકે+ ને ૧૨૫-૧૪૫ બેઠકો, એઆઈએડીએમકે+ ને ૬૫-૮૫ બેઠકો, ટીવીકે ૧૬-૨૬ બેઠકો અને અન્યોને ૧-૬ બેઠકો મળી શકે છે. પીપલ્સ પલ્સ સર્વેમાં ડીએમકે+ ને ૧૨૫-૧૪૫ બેઠકો, એઆઈએડીએમકે+ ને ૬૫-૮૦, ટીવીકે માટે ૧૮-૨૪ અને અન્યોને ૨-૬ બેઠકો મળવાની આગાહી પણ કરવામાં આવી છે. ચાણકય સ્ટ્રેટેજીસ એક્જિટ પોલમાં ડીએમકે+ ને ૧૪૫-૧૬૦ બેઠકો સાથે જંગી વિજય મળવાનો અંદાજ છે, જ્યારે એઆઇએડીએમકે+ ને ૫૦-૬૫ બેઠકો અને ટીવીકેને ૦ બેઠકો મળવાનો અંદાજ છે.જાકે ટીવીકેએ જીતની આશા કરી છે
આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. આસામમાં ૧૨૬ બેઠકો, કેરળમાં ૧૪૦ બેઠકો અને પુડુચેરીમાં ૩૦ બેઠકો માટે મતદાન ૯ એપ્રિલના રોજ એક જ તબક્કામાં થયું હતું જયારે તમિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે મતદાન પણ ૨૩ એપ્રિલના રોજ એક જ તબક્કામાં થયું હતું અને પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે મતદાન બે તબક્કામાં થયું હતું. આ પછી, એક્જિટ પોલ સર્વેક્ષણોએ ચિત્ર મોટાભાગે સ્પષ્ટ કર્યું છે. જાકે, વાસ્તવિક જીત કે હાર આજે જાણી શકાશે. ચુંટણી પંચ દ્વારા મત ગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં મત ગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમ અને ઈવીએમને લગતા વિવાદો વચ્ચે, ચૂંટણી પંચે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે ૧૬૫ વધારાના ગણતરી નિરીક્ષકો અને ૭૭ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
