Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પી.એમ. રાજ્યપાલની અપીલને માન આપી : ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં દર સોમવારે "નો વ્હીકલ ડે નો નિર્ણય

પ્રધાનમંત્રી અને રાજ્યપાલની અપીલને ધ્યાનમાં રાખીને ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટી હવેથી દર સોમવારે 'નો વ્હીકલ ડે'નું પાલન કરશે.

આ પર્યાવરણલક્ષી પગલું ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયું છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરીભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય યુનિવર્સિટીના તમામ વિભાગો, શૈક્ષણિક ભવનો અને સંલગ્ન કોલેજોમાં લાગુ પડશે.

આ નિર્ણયના સફળ અમલીકરણ માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, ભવનોના અધ્યક્ષ, સંલગ્ન કોલેજોના આચાર્ય, વહીવટી વિભાગોના ઓ.એસ.ડી.ઓ, તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓને દર સોમવારે પોતાના વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળવા ખાસ અનુરોધ કરાયો છે.

'નો વ્હીકલ ડે'ના દિવસે કેમ્પસમાં આવતા તમામ લોકોને શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરવા, જાહેર પરિવહન સેવાઓનો લાભ લેવા અથવા પગપાળા આવન-જાવન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વધુમાં, પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહે તે માટે અઠવાડિયાના બાકીના દિવસોમાં પણ કાર પુલિંગ, સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી છે.

આ પર્યાવરણલક્ષી પગલું ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયું છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરીભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય યુનિવર્સિટીના તમામ વિભાગો, શૈક્ષણિક ભવનો અને સંલગ્ન કોલેજોમાં લાગુ પડશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar