
પીલોદરા પ્રાથમિક શાળાના બાંધકામ પર સવાલોના વાદળ, ગ્રામજનોએ ઉચ્ચસ્તરીય તપાસની ઉઠાવી માંગ.
નબળી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગનો આરોપ; ઉચ્ચસ્તરીય તપાસ, ટેક્નિકલ ઓડિટ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામમાં નિર્માણાધીન પ્રાથમિક શાળાના બાંધકામને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાળાના બાંધકામમાં ગુણવત્તાના ધોરણોને અવગણીને નબળી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઈમારતની મજબૂતાઈ તેમજ ભવિષ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ બાંધકામ સ્થળે સિમેન્ટ, રેતી, કપચી અને અન્ય બાંધકામ સામગ્રીની ગુણવત્તા સંતોષજનક ન હોવાનું જોવા મળી રહ્યું છે. આક્ષેપ છે કે કામ દરમિયાન જરી તકનીકી ધોરણોનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે સરકારના વિકાસકાર્યોની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે.
સ્થાનિક લોકોએ સમગ્ર બાંધકામનું સ્વતંત્ર ટેક્નિકલ ઓડિટ કરાવવા, બાંધકામમાં વપરાતી સામગ્રીના લેબોરેટરી ટેસ્ટ કરાવવા તેમજ કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જો તપાસમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા, ગેરરીતિ અથવા બેદરકારી સામે આવે તો સંબંધિત કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે, પ્રાથમિક શાળા માત્ર એક સરકારી ઈમારત નથી, પરંતુ આવનારી પેઢીના ભવિષ્યનો પાયો છે. તેથી બાંધકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્યું નથી.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામમાં નિર્માણાધીન પ્રાથમિક શાળાના બાંધકામને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાળાના બાંધકામમાં ગુણવત્તાના ધોરણોને અવગણીને નબળી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઈમારતની મજબૂતાઈ તેમજ ભવિષ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

