Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે સમીરભાઈ શેખનો જન્મદિવસ ઉજવાયો

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ અને જ‚રિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખના જન્મદિવસની ઉજવણી આ વર્ષે સેવાભાવી કાર્ય અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે કરવામાં આવી હતી. ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વૃક્ષારોપણ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરીને જન્મદિવસને અર્થપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.

ટ્રસ્ટ સંચાલિત બાલાસિનોર પબ્લિક સ્કૂલ (ઇંગ્લિશ મિડિયમ), નવગુજરાત માધ્યમિક શાળા તેમજ નવગુજરાત આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના પરિસરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ પર્યાવરણનું જતન, હરિયાળી વધારવા અને વાવવામાં આવેલા વૃક્ષોના સંરક્ષણનો સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે જ‚રિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની આ સેવાકીય પહેલથી શિક્ષણને પ્રોત્સાહન આપવા સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સકારાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, કેમ્પસ ડાયરેક્ટર ડી.પી. માછી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યઓ, શિક્ષકગણ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સમીરભાઈ શેખને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય, નિરોગી જીવન અને શિક્ષણ તથા સમાજસેવાના ક્ષેત્રમાં વધુ પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખના જન્મદિવસની ઉજવણી આ વર્ષે સેવાભાવી કાર્ય અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે કરવામાં આવી હતી. ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વૃક્ષારોપણ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરીને જન્મદિવસને અર્થપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar