Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સંખેડા-બહાદરપુર ડાયવર્ઝન પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી ચાલકનો આબાદ બચાવ

સંખેડા-બહાદરપુર ડાયવર્ઝન પર ટાઇલ્સ ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ટાઇલ્સના માલસામાનને નુકસાન થયું હતું.

મોરબીથી ટાઇલ્સ ભરીને સંખેડા જઈ રહેલી આ ટ્રક સંખેડા તરફના વળાંક પર ઢાળ ચડતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. લગભગ ૩૦ ટન વજન ધરાવતી ટ્રકની એર નીકળી જતાં તે પાછળ પડીને કોતરમાં પલટી ગઈ હતી.

ટ્રકના ડ્રાઈવર દાહોદના વતની શૈલેષભાઈ ભીમાભાઈ સદનસીબે સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અકસ્માતની જાણ થતાં જ સંખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઘટના સ્થળે અકસ્માત જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા.

મોરબીથી ટાઇલ્સ ભરીને સંખેડા જઈ રહેલી આ ટ્રક સંખેડા તરફના વળાંક પર ઢાળ ચડતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. લગભગ ૩૦ ટન વજન ધરાવતી ટ્રકની એર નીકળી જતાં તે પાછળ પડીને કોતરમાં પલટી ગઈ હતી. ટ્રકના ડ્રાઈવર દાહોદના વતની શૈલેષભાઈ ભીમાભાઈ સદનસીબે સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar