
બહાદરપુર સ્થિત ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટે સંખેડા તાલુકાના ૮૧૪ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. સરકારે ૧ મેથી ખરીદી શ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બારદાનની અછતને કારણે ખરીદી ૧૨ મેથી શ થઈ શકી હતી.
સંખેડા તાલુકામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બારદાનના અભાવે અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કુલ ૮૧૪ નોંધાયેલા ખેડૂતોમાંથી અત્યાર સુધી માત્ર ૪૫ ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવી છે.
આના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ખરીદી શ થયા બાદ પણ બારદાનની અછત યથાવત રહી હતી. આના કારણે દરરોજ ફક્ત ચારથી પાંચ ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવતી હતી. ૨૯ મે, ૨૦૨૪ સુધીમાં, કુલ ૮૧૪ નોંધાયેલા ખેડૂતોમાંથી માત્ર ૪૫ ખેડૂતોનો જ માલ ખરીદાયો છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
આ પરિસ્થિતિને પગલે સંખેડા કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ વરનામિયા અને કોંગ્રેસ કાર્યકરોએ સરકારી ગોડાઉનની મુલાકાત લીધી હતી. ગોડાઉન મેનેજરે બારદાનના અપૂરતા જથ્થાને ખરીદી ધીમી હોવાનું કારણ જણાવ્યું હતું. જોકે, તેમણે દરેક નોંધાયેલા ખેડૂતનો માલ ખરીદવાની ખાતરી આપી હતી.
કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ વરનામિયાએ સ્થળ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે અને ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં છે. કોંગ્રેસ કાર્યકરોએ ચેતવણી આપી છે કે, જો આગામી બે દિવસમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ખેડૂતો સાથે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપી બ રજૂઆત કરવામાં આવશે. તેમણે ચોમાસા પહેલા તમામ નોંધાયેલા ખેડૂતોની મકાઈ ટેકાના ભાવે ખરીદાય તેવી માંગ કરી હતી.
સંખેડા તાલુકામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બારદાનના અભાવે અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કુલ ૮૧૪ નોંધાયેલા ખેડૂતોમાંથી અત્યાર સુધી માત્ર ૪૫ ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવી છે. આના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
