
સંખેડા તાલુકાના રામશરી-પડવાણ ગામે નવી RDSS યોજના હેઠળ ટેપ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત આશરે 13 લાખ રૂપિયાના ખર્ચે નવી ટેપ લાઇન નાખવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય વર્ષો જૂની વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.
ગામમાં અગાઉની JGY લાઇન મોટા કોતરોમાંથી પસાર થતી હતી, જેના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો.
ખાસ કરીને ચોમાસા દરમિયાન, વીજળી ગુલ થવાની ઘટનાઓ સામાન્ય હતી અને GEBના અધિકારીઓને પણ સમારકામ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાના નિરાકરણ માટે RDSS યોજના હેઠળ નવી ટેપ લાઇનને મંજૂરી આપવામાં આવી હતી. GEBના અધિકારીઓ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાયસીંગભાઇ ભીલ અને સ્થાનિક આગેવાનોના સતત પ્રયાસોથી આ યોજના સાકાર થઈ છે.
નવી ટેપ લાઇનના કારણે રામશરી-પડવાણ વિસ્તારમાં વીજ પુરવઠો વધુ સ્થિર અને નિયમિત બનશે. આનાથી સ્થાનિક ગ્રાહકોને વીજળીની અછત અને વારંવાર થતા વિક્ષેપોમાંથી રાહત મળશે.
ગામમાં અગાઉની JGY લાઇન મોટા કોતરોમાંથી પસાર થતી હતી, જેના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન, વીજળી ગુલ થવાની ઘટનાઓ સામાન્ય હતી અને GEBના અધિકારીઓને પણ સમારકામ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
