Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સંખેડાના પંચમુખી મહાદેવ મંદિર ચોખાના કમળના દર્શન માટે ભકતો ઉમટયા

સંખેડામાં શ્રાવણના ત્રીજા સોમવારે શિવભક્તિનો માહોલ છવાયો હતો. ઓરસંગ નદી કિનારે આવેલા પ્રખ્યાત પંચમુખી મહાદેવ મંદિરે ચોખાના કમળના દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ અનોખા શણગાર અંતર્ગત ચોખાના કમળની સુંદર રચના તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વહેલી સવારથી જ મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પંચમુખી મહાદેવના દર્શન કરવા અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા આવી રહ્યા હતા.

સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ અનોખા શણગાર અંતર્ગત ચોખાના કમળની સુંદર રચના તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. વહેલી સવારથી જ મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પંચમુખી મહાદેવના દર્શન કરવા અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા આવી રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar