Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સંતરામપુર ચીબોટા નદી પર ૭૫ લાખનો ચેકડેમ છતાં નદીમાં કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન

સંતરામપુર શહેરમાંથી પસાર થતી ચીબોટા નદી તંત્રની બેદરકારી અને વિભાગોની એકબીજા પર જવાબદારી ઢોળવાની નિતીના કારણે જાણે કચરાના નાળામાં ફેરવાઈ ગઈ છે. નદીમાં ઠેર ઠેર પ્લાસ્ટિક સહિતનો વિવિધ પ્રકારનો કચરો અને મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીની આસપાસ ભુનેશ્ર્વરી મંદિર સહિત ધાર્મિક સ્થળો, કચેરીઓ અને અન્ય જાહેર સ્થળો આવેલા છે.

ગંદકીના કારણે નદીનુ પાણી દુષિત થવાની સાથે દુર્ગંધ અને રોગચાળાની ભિતી પણ વધી રહી છે. વિશેષ વાત એ છે કે, આશરે ૫ વર્ષ પહેલા પાલિકા અને સિંચાઈ વિભાગ દ્વારા સંયુકત રીતે ‚.૭૫ લાખના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. છતાં હાલમાં ચેકડેમ વિસ્તારમાં પણ કચરાના ઢગલા અને લીલી જંગલી વનસ્પતિ ઉગી નીકળેલી જોવા મળી છે. ચેકડેમ પાછળ પાણી ભરાઈ રહે છે પરંતુ તેની જાળવણી અને આસપાસની સફાઈ કરવામાં આવતી ન હોવાથી કચરો પાણીમાં ભળતો હોવાની સ્થિતિ છે. પાંચ વર્ષમાં લાખો ‚પિયાનો ખર્ચ થયા છતાં નદીની હાલત સુધરવાને બદલે વધુ બગડી રહી છે. સ્થાનિકોનુ કહેવુ છે કે, નદીમાં કચરો ઠાલવતા લોકોને રોકવા માટે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ચીબોટા નદીની કાયમી ધોરણે સફાઈ કરાવી ચેકડેમ અને નદીના પટની નિયમિત જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંતરામપુર શહેરમાંથી પસાર થતી ચીબોટા નદી તંત્રની બેદરકારી અને વિભાગોની એકબીજા પર જવાબદારી ઢોળવાની નિતીના કારણે જાણે કચરાના નાળામાં ફેરવાઈ ગઈ છે. નદીમાં ઠેર ઠેર પ્લાસ્ટિક સહિતનો વિવિધ પ્રકારનો કચરો અને મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીની આસપાસ ભુનેશ્ર્વરી મંદિર સહિત ધાર્મિક સ્થળો, કચેરીઓ અને અન્ય જાહેર સ્થળો આવેલા છે. ગંદકીના કારણે નદીનુ પાણી દુષિત થવાની સાથે દુર્ગંધ અને રોગચાળાની ભિતી પણ વધી રહી છે. વિશેષ વાત એ છે કે, આશરે ૫ વર્ષ પહેલા પાલિકા અને સિંચાઈ વિભાગ દ્વારા સંયુકત રીતે ‚.૭૫ લાખના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. છતાં હાલમાં ચેકડેમ વિસ્તારમાં પણ કચરાના ઢગલા અને લીલી જંગલી વનસ્પતિ ઉગી નીકળેલી જોવા મળી છે. ચેકડેમ પાછળ પાણી ભરાઈ રહે છે પરંતુ તેની જાળવણી અને આસપાસની સફાઈ કરવામાં આવતી ન હોવાથી કચરો પાણીમાં ભળતો હોવાની સ્થિતિ છે. પાંચ વર્ષમાં લાખો ‚પિયાનો ખર્ચ થયા છતાં નદીની હાલત સુધરવાને બદલે વધુ બગડી રહી છે. સ્થાનિકોનુ કહેવુ છે કે, નદીમાં કચરો ઠાલવતા લોકોને રોકવા માટે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ચીબોટા નદીની કાયમી ધોરણે સફાઈ કરાવી ચેકડેમ અને નદીના પટની નિયમિત જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar