Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સંતરામપુર તાલુકાના મેઘરાજાની એન્ટ્રી થતાં ધરતી પુત્ર ખેતીના કામમાં જોતરાયા

સંતરામપુર તાલુકાના મેઘરાજાની એન્ટ્રી થતાં ધરતી પુત્ર ખેતીના કામમાં જોતરાયા

સંતરામપુર તાલુકાના ખેડૂતો ચોમાસા દરમિયાનમાં ૩૦,૦૦૦ હેક્ટરમાં ખેતી કરશે.

આધુનિક અને ટેકનીકલ યુગમાં પણ સંતરામપુર તાલુકાના ખેડુતો બળદ અને હળથી ખેતી કરી રહ્યા છે.

આધુનિક અને ટેકનિકલ સમય અને જમાનો હોવા છતાં અત્યારે પણ સંતરામપુર તાલુકાના ૪૦ ટકા ખેડૂતો મધ્યમ વર્ગના જૂની પદ્ધતિ વાવણી કરતા હોય છે. મોટાભાગના ખેડૂતો મહેનત ઓછી પડે તેમ કરીને ટ્રેક્ટર વડે ખેડાણ કરતા હોય છે, પરંતુ હજુ પણ સંતરામપુર તાલુકાના કેટલાક ખેડૂતો એવા છે.

હજુ પણ પોતાની આર્થિક પરિસ્થિતિને લઈને વર્ષોથી બળદનો ઉપયોગ કરીને ખેતરમાં હોળ જોડીને બળદ વડે જ ખેતરમાં ખેડાણ કરતા હોય છે. સંતરામપુર તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામોમાં અત્યારે પણ મેઘરાજાની બે દિવસમાં સા‚ં એવું આગમન થતાં વરસાદની રાહ જોઈ હતા. ધરતી પુત્રને વરસાદ થતાં જ નવું જીવનદાન મળ્યું હાલની પરિસ્થિતિમાં મકાઈ ડાંગર અને અન્ય ખેતી માટે કરવા માટેનું સામાન મોંઘો હોવાના કારણે વરસાદ ખેંચાતા ખેતરમાં પણ બિયારણ ઉગ્યું ન હતું. હવે બે દિવસમાં સંતરામપુર પંથકમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતો ખેતરમાં સવારથી પોતાના પરિવાર સાથે બળદ દ્વારા ખેતીની કામગીરી હાથ ધરી હતી.

ભલે સમય ટેકનિકલ સમયનો હોય પરંતુ અત્યારે પણ પોતાની જૂની વારસો જે ખેતી કરવાની પદ્ધતિ અત્યારે પણ બળદનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય છે. ખેતરની અંદર ઘરના ત્રણથી ચાર વ્યક્તિઓ ભેગા મળીને આ વાવણીની કામગીરી કરતા હોય છે, પરંતુ હજુ મોટા ભાગના વિસ્તારોમાં જોઈએ વરસાદ થયો ન હોવાથી ખેડૂતો અત્યારે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

બોકસ : અનુભવ અને નિષ્ણાતો દ્વારા જાણવા મળ્યું છે કે, ચોમાસામાં ખેડૂતોને ખેતી કરવાથી શું ફાયદો…

૧. ચોમાસામાં પ્રથમ જે ખેતી હોય છે એ ખેતીમાં વરસાદની પાણી સૌથી વધારે મળી રહેતા તેનો ઉતારો સારો હોય છે.

૨. ખેડૂતોને ખેતીમાં વધારે પાણી મૂકવાની જ‚ર પડતી નથી અને વધારે મહેનત કરતી નથી.

૩. ચોમાસાના પાકથી ખેડૂત અને શિયાળામાં રોકડીયો પાકમાં વધારે ફાયદો થાય છે કારણ કે જમીન પહોંચી હોવાના કારણે સતત મહેનત ઓછી પડતી હોય છે.

૪. ખેતીની સાથે સાથે શાકભાજીના બીજ નાખીને વિવિધ પ્રકારની વેલા ઉછળતા હોય છે અને શાકભાજીનો પણ માર્ગ મળતો હોય છે.

૫. આખા વર્ષની ખેડૂતો ચોમાસાના પાક ઉપર જ નિર્ભર રહેતા હોય છે અને કુદરતી વાતાવરણમાં અને કુદરતી વરસાદ પડવાથી ખેડૂતોને એવો સારો પાક ઉભો રહેતો હોય છે :- મહેશભાઈ, ખેડૂત…

સંતરામપુર તાલુકાના ખેડૂતો ચોમાસા દરમિયાનમાં ૩૦,૦૦૦ હેક્ટરમાં ખેતી કરશે.

આધુનિક અને ટેકનિકલ સમય અને જમાનો હોવા છતાં અત્યારે પણ સંતરામપુર તાલુકાના ૪૦ ટકા ખેડૂતો મધ્યમ વર્ગના જૂની પદ્ધતિ વાવણી કરતા હોય છે. મોટાભાગના ખેડૂતો મહેનત ઓછી પડે તેમ કરીને ટ્રેક્ટર વડે ખેડાણ કરતા હોય છે, પરંતુ હજુ પણ સંતરામપુર તાલુકાના કેટલાક ખેડૂતો એવા છે. હજુ પણ પોતાની આર્થિક પરિસ્થિતિને લઈને વર્ષોથી બળદનો ઉપયોગ કરીને ખેતરમાં હોળ જોડીને બળદ વડે જ ખેતરમાં ખેડાણ કરતા હોય છે. સંતરામપુર તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામોમાં અત્યારે પણ મેઘરાજાની બે દિવસમાં સા‚ં એવું આગમન થતાં વરસાદની રાહ જોઈ હતા. ધરતી પુત્રને વરસાદ થતાં જ નવું જીવનદાન મળ્યું હાલની પરિસ્થિતિમાં મકાઈ ડાંગર અને અન્ય ખેતી માટે કરવા માટેનું સામાન મોંઘો હોવાના કારણે વરસાદ ખેંચાતા ખેતરમાં પણ બિયારણ ઉગ્યું ન હતું. હવે બે દિવસમાં સંતરામપુર પંથકમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતો ખેતરમાં સવારથી પોતાના પરિવાર સાથે બળદ દ્વારા ખેતીની કામગીરી હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar