
શહેરા અને મોરવા હડફમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન પવિત્ર તહેવાર 'બકરી ઈદ' ની પરંપરાગત શ્રદ્ધા, ઉલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સમગ્ર નગરમાં તહેવારને લઈને ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી હતી.
શહેરા અને મોરવા હડફમા ઈદગાહ તેમજ મસ્જિદોમાં સવારથી જ મુસ્લિમ સમાજના અબાલ-વૃદ્ધ સૌ કોઈ નવા વસ્ત્રો સજીને એકત્રિત થયા હતા.
ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈને ઈદની વિશેષ નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી. ઈદની સામૂહિક નમાજ પૂર્ણ થયા બાદ ઈદગાહની બહાર એક અનોખો અને ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. તમામ બિરાદરો ઓ એકબીજાને ગળે લગાડીને "ઈદ મુબારક કહી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને સગા-સંબંધીઓ તેમજ મિત્રોને ઘરે આમંત્રિત કરી મોં મીઠું કરાવી ઈદની ખુશીઓ વહેંચી હતી.તહેવાર દરમિયાન નગરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા અગાઉથી જ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ઈદના દિવસે ઈદગાહ અને નગરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદની આસ્થાભેર ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી.
શહેરા અને મોરવા હડફમા ઈદગાહ તેમજ મસ્જિદોમાં સવારથી જ મુસ્લિમ સમાજના અબાલ-વૃદ્ધ સૌ કોઈ નવા વસ્ત્રો સજીને એકત્રિત થયા હતા. ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈને ઈદની વિશેષ નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી. ઈદની સામૂહિક નમાજ પૂર્ણ થયા બાદ ઈદગાહની બહાર એક અનોખો અને ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. તમામ બિરાદરો ઓ એકબીજાને ગળે લગાડીને "ઈદ મુબારક કહી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને સગા-સંબંધીઓ તેમજ મિત્રોને ઘરે આમંત્રિત કરી મોં મીઠું કરાવી ઈદની ખુશીઓ વહેંચી હતી.તહેવાર દરમિયાન નગરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા અગાઉથી જ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ઈદના દિવસે ઈદગાહ અને નગરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદની આસ્થાભેર ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી.
