
સહકાર ભારતી પંચમહાલ દ્વારા શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે જીલ્લા અધ્યક્ષ રશેષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ 'સહકાર દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે જીલ્લા અધ્યક્ષ રશેષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહકાર ભારતીના જીલ્લા સંગઠક ડો. ભરતભાઈ ગઢવી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં તાલુકામાંથી સહકારી આગેવાનો તથા સહકાર ભારતીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સહકાર ભારતી તાલુકા મહામંત્રી અનોપસિંહ સહીત જીલ્લા ખરીદ વેચાણ સંઘના સેક્રેટરી વિજય ભટ્ટ પણ હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે પ્રદેશ સહ સંગઠક નીતિનભાઈ સોની તથા વિભાગીય પ્રકોષ્ઠ શૈલેષભાઈ ઠાકરે હાજર રહી સહકાર ભારતી દ્વારા સહકારી ક્ષેત્રને કેવી રીતે મજબૂત કરી શકાય તેની વિસ્તૃત સમજૂતીઓ આપી હતી. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય દ્વારા પાયલટ પ્રોજેક્ટ તરીકે પંચમહાલ ડેરીને આપેલી કામગીરી જે રીતે સફળ થઇ અને હવે તે આખા દેશમાં લાગુ થશે તેની વિસ્તૃત સમજ શૈલેષ ઠાકર દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સહકારી ભાવના વધુ દ્રઢ બને અને નૈતિકતા સાથે કામગીરી થાય તે હેતુથી ઉપસ્થિત તમામ સહકારી આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહમાં 'સહકાર પ્રતિજ્ઞા' લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતમાં જીલ્લા સંગઠક ડો. ભરતભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે જીલ્લા અધ્યક્ષ રશેષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહકાર ભારતીના જીલ્લા સંગઠક ડો. ભરતભાઈ ગઢવી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં તાલુકામાંથી સહકારી આગેવાનો તથા સહકાર ભારતીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર ભારતી તાલુકા મહામંત્રી અનોપસિંહ સહીત જીલ્લા ખરીદ વેચાણ સંઘના સેક્રેટરી વિજય ભટ્ટ પણ હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે પ્રદેશ સહ સંગઠક નીતિનભાઈ સોની તથા વિભાગીય પ્રકોષ્ઠ શૈલેષભાઈ ઠાકરે હાજર રહી સહકાર ભારતી દ્વારા સહકારી ક્ષેત્રને કેવી રીતે મજબૂત કરી શકાય તેની વિસ્તૃત સમજૂતીઓ આપી હતી. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય દ્વારા પાયલટ પ્રોજેક્ટ તરીકે પંચમહાલ ડેરીને આપેલી કામગીરી જે રીતે સફળ થઇ અને હવે તે આખા દેશમાં લાગુ થશે તેની વિસ્તૃત સમજ શૈલેષ ઠાકર દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સહકારી ભાવના વધુ દ્રઢ બને અને નૈતિકતા સાથે કામગીરી થાય તે હેતુથી ઉપસ્થિત તમામ સહકારી આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહમાં 'સહકાર પ્રતિજ્ઞા' લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતમાં જીલ્લા સંગઠક ડો. ભરતભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
