Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલમાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીત અને સુભાષિતોની પ્રવૃતિઓનું આયોજન

સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલમાં વિદ્યાર્થીનીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને રસ કેળવવાના હેતુથી શાળામાં સંસ્કૃત ગીતો અને સુભાષિતોની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શ‚આત પ્રાર્થના અને સંસ્કૃત શ્લોકોના પઠનથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ મધુર સ્વરે વિવિધ સંસ્કૃત શ્લોકો રજૂ કર્યા.

આ દ્વારા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની સુંદરતા અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી.આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીનીઓમાં સંસ્કૃત શબ્દભંડોળ, ઉચ્ચારણ અને વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થયો. સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્ર્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પણ વધેલી જોવા મળી.

સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલમાં વિદ્યાર્થીનીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને રસ કેળવવાના હેતુથી શાળામાં સંસ્કૃત ગીતો અને સુભાષિતોની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શ‚આત પ્રાર્થના અને સંસ્કૃત શ્લોકોના પઠનથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ મધુર સ્વરે વિવિધ સંસ્કૃત શ્લોકો રજૂ કર્યા. આ દ્વારા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની સુંદરતા અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી.આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીનીઓમાં સંસ્કૃત શબ્દભંડોળ, ઉચ્ચારણ અને વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થયો. સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્ર્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પણ વધેલી જોવા મળી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar