
સીંગવડ તાલુકાના ૭૨ ગામો અને એક લાખથી વધુની વસ્તીના મહેસુલી કામકાજ માટે અગાઉ માત્ર ૭ રેવન્યુ તલાટીઓ જ ફરજ બજાવતા હતા.
હવે તાજેતરની બદલીઓ બાદ તે જગ્યાઓ પણ ખાલી પડતા તાલુકાનુ મહેસુલી તંત્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યુ છે. નવા તલાટીઓ હાજર ન થતાં હાલ કામગીરી મર્યાદિત સ્ટાફના ભરોસે ચાલી રહી છે.જેથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર એક તલાટી પાસે ૧૦ થી ૧૨ ગામોનો વધારાનો ચાર્જ હોવાથી ૭/૧૨ ના ઉતારા, ૮/અ, વારસાઈ નોંધ, આવક અને જાતિના દાખલા સહિતના અનેક મહત્વના કામોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અગાઉ પણ એક અઠવાડિયામાં પુર્ણ થનારા કામોમાં મહિના જેટલો સમય લાગતો હતો. જયારે હાલની સ્થિતિમાં અરજદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અલગ અલગ દિવસોએ જુદા જુદા ગામોમાં હાજર રહેતા હોવાથી અરજદારોને વારંવાર કચેરીઓના ધકકા ખાવા પડે છે. ઓનલાઈન અરજી કર્યા બાદ પણ તલાટીની સહી વગર પ્રક્રિયા આગળ વધી શકતી નથી. જેના કારણે ખેડુતો અને સામાન્ય નાગરિકોના કામો અટવાઈ રહ્યા હોવાનુ લોકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના મતે જો સરકાર મહેકમ અને સેજા સર્કલ મુજબ પુરતા રેવન્યુ તલાટીઓની નિમણુંક કરે તો મહેસુલી કામગીરી વધુ ઝડપી અને અસરકાર બની શકે. એક સેજા દીઠ એક તલાટી ઉપલબ્ધ હોય તો ઉતારા, નોંધ અને વિવિધ દાખલાઓનુ કામ ટુંકા સમયમાં પુર્ણ થઈ શકે. જેના કારણે ખેડુતોને લોન, પાક વિમો અને સરકારી સહાય યોજનાઓ માટે જરી દસ્તાવેજો સમય મળી શકે.
હવે તાજેતરની બદલીઓ બાદ તે જગ્યાઓ પણ ખાલી પડતા તાલુકાનુ મહેસુલી તંત્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યુ છે. નવા તલાટીઓ હાજર ન થતાં હાલ કામગીરી મર્યાદિત સ્ટાફના ભરોસે ચાલી રહી છે.જેથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર એક તલાટી પાસે ૧૦ થી ૧૨ ગામોનો વધારાનો ચાર્જ હોવાથી ૭/૧૨ ના ઉતારા, ૮/અ, વારસાઈ નોંધ, આવક અને જાતિના દાખલા સહિતના અનેક મહત્વના કામોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અગાઉ પણ એક અઠવાડિયામાં પુર્ણ થનારા કામોમાં મહિના જેટલો સમય લાગતો હતો. જયારે હાલની સ્થિતિમાં અરજદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અલગ અલગ દિવસોએ જુદા જુદા ગામોમાં હાજર રહેતા હોવાથી અરજદારોને વારંવાર કચેરીઓના ધકકા ખાવા પડે છે. ઓનલાઈન અરજી કર્યા બાદ પણ તલાટીની સહી વગર પ્રક્રિયા આગળ વધી શકતી નથી. જેના કારણે ખેડુતો અને સામાન્ય નાગરિકોના કામો અટવાઈ રહ્યા હોવાનુ લોકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના મતે જો સરકાર મહેકમ અને સેજા સર્કલ મુજબ પુરતા રેવન્યુ તલાટીઓની નિમણુંક કરે તો મહેસુલી કામગીરી વધુ ઝડપી અને અસરકાર બની શકે. એક સેજા દીઠ એક તલાટી ઉપલબ્ધ હોય તો ઉતારા, નોંધ અને વિવિધ દાખલાઓનુ કામ ટુંકા સમયમાં પુર્ણ થઈ શકે. જેના કારણે ખેડુતોને લોન, પાક વિમો અને સરકારી સહાય યોજનાઓ માટે જરી દસ્તાવેજો સમય મળી શકે.
