સીંગવડ તાલુકાના આશરે બે હજારની વસ્તી ધરાવતા મોટા આંબલીયાથી ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની મુખ્ય પાઈપલાઇનમાં ગંભીર લીકેજ થતાં પાણી પુરવઠો ખોરવાયો છે. સ્થાનિક સ્તરે વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ગ્રામજનોએ દાહોદ કલેકટર સહિત ગાંધીનગર પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ અને મેમ્બર સેક્રેટરીને લેખિત રજુઆત કરી ન્યાયની માંગ કરી છે.
ગામના આઠ જેટલા ફળિયાના નાગરિકો છેલ્લા ત્રણ મિ!નાથી પીવાના પાણી માટે દર દર ભટકી રહ્યા છે. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે, રાજય સરકારની હેલ્પલાઈન પર ગત ૯ જુને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જવાબદાર યુનિટ મેનેજર દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ વાસ્તવિક સમારકામ કર્યા વિના જ કાગળ પર ફરિયાદનો નિકાલ દર્શાવી દીધો છે. સરકાર કરોડો પિયાનો ખર્ચ કરી યોજનાઓ લાવે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાને વલખા મારવા પડે છે. ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ કાયમી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી લાઈન રિપેર કરાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય, સ્વાગત ઓનલાઈન અને પાણી પુરવઠા મંત્રી સુધી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવશે.