Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સુખસર ખાતે ચોથી ભવ્ય કાવડયાત્રા યોજાઈ સુખસર પ્રખંડના ૨૨ ગામોમાંથી ૪૫૫ કાવડયાત્રીઓ જોડાયા; સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.

સુખસર ખાતે ચોથી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુખસર પ્રખંડના ૨૨ ગામોમાંથી કુલ ૪૫૫ કાવડયાત્રીઓ આ ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકસાથે જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કાવડયાત્રા દરમિયાન જાનમારીઆ મહાદેવ મંદિરથી કળશમાં પવિત્ર જળ ભરી સુખસર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન શિવને પવિત્ર જળ અર્પણ કરી જળાભિષેક કરવામાં આવ્યો હતો.

યાત્રામાં સુખસર, રાવળના વરૂણા, મકવાણાના વરૂણા, ભોજલા, મારગાળા, પાટડીયા, બોરીદા, વાકાનેર, મોટી ઢઢેલી, લખણપુર, આફવા, ધાણીખૂટ સહિતના ગામોના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. હર હર મહાદેવના જયઘોષ સાથે કાવડયાત્રીઓ ઉત્સાહપૂર્વક આગળ વધ્યા હતા.

યાત્રાના માર્ગમાં આવતા કાળિયા , માનાવાળા બોરિદા, નાના બોરિદા , મોટા બોરિદા , ઘાણીખૂંટ માં જનજાતિ સમાજ ના ધાર્મિક ભાવિકો એ ચા, ફરાળી , કેળા વગેરે ની વ્યવસ્થા કરી હતી,

અને સુખસર નગર ના અલગ અલગ સમાજ ના ભાઈઓ દ્વારા પણ છાસ ,કેળા , ઠંડા પાણી અને ફરાળી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાવડયાત્રામાં વિવિધ ગામોના લોકો એકસાથે જોડાઈ ધાર્મિક આસ્થા સાથે પરસ્પર સહયોગ અને ભાઈચારાનો પરિચય આપ્યો હતો. જેના કારણે હિન્દુ સમાજની સામાજીક સમરસતા અને હિન્દુ એકતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

કાવડયાત્રા દરમિયાન જાનમારીઆ મહાદેવ મંદિરથી કળશમાં પવિત્ર જળ ભરી સુખસર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન શિવને પવિત્ર જળ અર્પણ કરી જળાભિષેક કરવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar