Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સુરત ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા

સુરત ફેમિલી કોર્ટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેનેડામાં રહેતી પત્ની અને પશ્ચિમ આફ્રિકાના સીએરા લિઓનમાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની નોંધાવી ભારત આવ્યા વિના જ પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીય દંપતીઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે જાવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતા યુવક અને ઉતરાણની યુવતીના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા.

લગ્નજીવનના કેટલાક વર્ષો બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો વધતા ગયા અને માર્ચ ૨૦૨૩થી બંને અલગ રહેવા લાગ્યા. બાદમાં પતિ રોજગાર માટે સીએરા લિઓન અને પત્ની કેનેડા સ્થાયી થઈ ગયા. બંનેએ કાયમી રીતે અલગ થવાનો નિર્ણય લઈને પાવર ઓફ એટર્ની મારફતે સુરત ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષકારોની રૂબરૂ હાજરી અથવા ભારતીય દૂતાવાસ મારફતે સોગંદનામું કરવાની પ્રક્રિયા મોટો પડકાર બની હતી. સમય અને ખર્ચને ધ્યાનમાં રાખીને બંને પક્ષના વકીલોએ વીડિયો કોન્ફરÂન્સંગ દ્વારા જુબાની લેવાની મંજૂરી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

પક્ષકારોના વકીલોએ ગુજરાત હાઇકોર્ટના તાજેતરના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે ટેક્નોલોજીનો ઉપયોગ ન્યાયને સરળ અને સુલભ બનાવવાનો હોવો જાઈએ. કોર્ટને રજૂઆતમાં જણાવાયું કે વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા પક્ષકારોની બિનજરૂરી હેરાનગતિ ટાળી શકાય છે. કોર્ટ આ દલીલોથી સંતોષ પામી અને વીડિયો કોન્ફર્સિંગ દ્વારા જુબાની નોંધવાની મંજૂરી આપી હતી.કેસ સાથે સંકળાયેલા વકીલોના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઇકોર્ટે પણ પોતાના માર્ગદર્શક અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે ટેક્નોલોજી ન્યાય મેળવવામાં અવરોધ નહીં પરંતુ સહાયક સાધન બનવી જાઈએ.

આ જ અભિગમને અનુસરી સુરત ફેમિલી કોર્ટે સમગ્ર કાર્યવાહી ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરી હતી.વીડિયો કોન્ફરÂન્સંગ દ્વારા બંને પક્ષોની સત્તાવાર જુબાની પૂર્ણ થયા બાદ સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો. આ ચુકાદો દર્શાવે છે કે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભૌગોલિક અંતર હવે ન્યાય મેળવવામાં અવરોધ નથી રહ્યું. વિદેશમાં વસતા ભારતીયો માટે આ નિર્ણય સમય, ખર્ચ અને કાનૂની પ્રક્રિયાને વધુ સરળ બનાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

સુરત ફેમિલી કોર્ટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેનેડામાં રહેતી પત્ની અને પશ્ચિમ આફ્રિકાના સીએરા લિઓનમાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની નોંધાવી ભારત આવ્યા વિના જ પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીય દંપતીઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે જાવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતા યુવક અને ઉતરાણની યુવતીના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar