Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

તળાવમાં બે બાળકો સહિત છ લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે

ર્ણાટકના વિજયપુરામાં ભૂતનાથ તળાવમાં બે બાળકો સહિત છ લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૂતનાથ તળાવમાંથી ચાર મહિલાઓ અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ છ લોકોના મોતના સંજાગો હજુ સુધી જાણી શકાયા નથી.પોલીસને શંકા છે કે તેઓ તળાવ જાવા આવ્યા હશે અને લપસીને તેમાં પડી ગયા હશે.

માહિતી મળતાં, સિટી ડેપ્યુટી એસપી નાગરાજ, આદર્શ નગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીતારામ લમાણી, અન્ય સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

મૃતકોની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી. મૃતદેહોની ઓળખ માટે નજીકના ગામોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "એક પોલીસ અધિકારીએ જાણ કરી હતી કે સ્થાનિક લોકોએ તળાવમાં મૃતદેહો જાયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસની એક ટીમ સવારે ૮ઃ૦૦ થી ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તેમને તળાવમાંથી બહાર કાઢવાના પ્રયાસો ચાલુ હતા. મૃતદેહોની સ્થિતિ અંગે, અધિકારીએ જણાવ્યું હતું કે તે લગભગ સડી ગયા હતા.

"પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે બીએસડીઇ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, "તેઓ તળાવમાં કેવી રીતે પડ્યા તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

કર્ણાટકના વિજયપુરામાં ભૂતનાથ તળાવમાં બે બાળકો સહિત છ લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૂતનાથ તળાવમાંથી ચાર મહિલાઓ અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ છ લોકોના મોતના સંજાગો હજુ સુધી જાણી શકાયા નથી.પોલીસને શંકા છે કે તેઓ તળાવ જાવા આવ્યા હશે અને લપસીને તેમાં પડી ગયા હશે. માહિતી મળતાં, સિટી ડેપ્યુટી એસપી નાગરાજ, આદર્શ નગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીતારામ લમાણી, અન્ય સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar