
વડોદરામાં ફરી એકવાર તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવ જાખમમાં મુકાય તેવી ઘટના સામે આવી છે. પાદરા-જાસપુર ચોકડી પાસે નવીન ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં દાદી અને પૌત્રી ખાબકી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે સદનસીબે સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બંને મહિલાઓનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં મહિલા ખાબકતી હોવાની ઘટના કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ, પાદરા-જાસપુર ચોકડી પાસે નવીન ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે રસ્તા પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડો ખોદ્યા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા ખાડાનું યોગ્ય પુરાણ ન કરવામાં આવતા આ સ્થળ લોકો માટે જાખમી બની ગયું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલી દાદી અને પૌત્રીને આ ખાડાનો અંદાજ ન આવતા બંને તેમાં ખાબકી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
સીસીટીવીમાં કેદ થયેલી સમગ્ર ઘટનામાં રસ્તા પર ચાલતી મહિલા અચાનક તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકતી જાવા મળે છે. દાદી અને પૌત્રી બંને ખાડામાં પડતાં આસપાસના લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. જાકે સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર બંનેને બહાર કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. સ્થાનિકોની સમયસરની સતર્કતાને કારણે બંને મહિલાઓનો જીવ બચી ગયો હતો. જા આસપાસના લોકો સમયસર મદદ માટે ન પહોંચ્યા હોત તો આ ઘટના વધુ ગંભીર બની શકતી હતી.
આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. નવીન ડ્રેનેજ લાઈન નાખવા માટે રસ્તા પાસે ખાડો ખોદવામાં આવ્યો હોય ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાડો ખોદ્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરવામાં ન આવે અથવા સ્થળને સુરક્ષિત કરવામાં ન આવે તો અકસ્માતનો ભય સતત રહે છે. પાદરા-જાસપુર ચોકડી પાસે બનેલી આ ઘટનાએ પણ આવી જ બેદરકારી સામે લાવી છે.
વડોદરાના પાદરા-જાસપુર ચોકડી પાસે તંત્રની બેદરકારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. નવીન ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતા દાદી અને પૌત્રી તેમાં ખાબક્્યાં હતા.
સ્થાનિકોનું કહેવું છે કે જાહેર રસ્તા પાસે આ પ્રકારની કામગીરી કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખવી જાઈએ. ખાડાની આસપાસ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવી અને કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવું જરૂરી છે. અહીં યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા દાદી અને પૌત્રી ખાડામાં ખાબક્્યા હતા. સદનસીબે સ્થાનિકોએ બંનેનો જીવ બચાવી લીધો હતો. સમગ્ર બેદરકારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી હવે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે વિકાસના કામ દરમિયાન સામાન્ય લોકોની સુરક્ષાને કેટલું મહત્વ આપવામાં આવે છે? રસ્તા અને ડ્રેનેજની કામગીરી જરૂરી છે, પરંતુ આવી કામગીરી દરમિયાન ખાડા ખુલ્લા રાખવામાં આવે અથવા તેનું યોગ્ય પુરાણ ન કરવામાં આવે તો કોઈનો જીવ પણ જાખમમાં મુકાઈ શકે છે. પાદરા-જાસપુર ચોકડી પાસે બનેલી ઘટના બાદ તંત્ર દ્વારા આવા ખાડાઓની યોગ્ય તપાસ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
વડોદરામાં ફરી એકવાર તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવ જાખમમાં મુકાય તેવી ઘટના સામે આવી છે. પાદરા-જાસપુર ચોકડી પાસે નવીન ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં દાદી અને પૌત્રી ખાબકી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે સદનસીબે સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બંને મહિલાઓનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં મહિલા ખાબકતી હોવાની ઘટના કેદ થઈ છે.
