Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વેજલપુર પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોર્ડે દહેજથી ઝડપી પાડ્યો

પંચમહાલ જીલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોર્ડને એક મોટી સફળતા મળી છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પોલીસે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદથી ભ‚ચ જીલ્લાના દહેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને પો.સ.ઇ. બી.એમ.રાઠોડની આગેવાનીમાં પેરોલ ફ્લો સ્ક્વોર્ડ, પંચમહાલની ટીમ કાર્યરત હતી.

પોલીસ સ્ટાફના એ.એસ.આઇ.ને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ અને ધી પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ નો નાસતો ફરતો આરોપી નરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર (રહે. વ્યાસડા, મોટું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) હાલ વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ એશીયન ઓઇલ પેઇન્ટ કંપનીમાં મજૂરી કામ કરી રહ્યો છે.

આ ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લો પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલિક તપાસ હાથ ધરી મોજે-દહેજ, એશીયન ઓઇલ પેઇન્ટ કંપની (તા.વાગરા, જી.ભ‚ચ) મુકામેથી આરોપી નરેન્દ્રસિંહ પરમારને હસ્તગત કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

પંચમહાલ જીલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોર્ડને એક મોટી સફળતા મળી છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પોલીસે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદથી ભ‚ચ જીલ્લાના દહેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને પો.સ.ઇ. બી.એમ.રાઠોડની આગેવાનીમાં પેરોલ ફ્લો સ્ક્વોર્ડ, પંચમહાલની ટીમ કાર્યરત હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar