Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વીરપુરમાં રક્ષાબંધને બતાવી કોમી એકતાની તાકાત: હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાનો અનોખો સંદેશ

ભાજપ-કોંગ્રેસની રાજકીય વિચારધારા અલગ, પરંતુ ભાઈચારાની ભાવના એક: રક્ષાબંધન પર્વે વર્ષોથી જળવાઈ રહી છે અનોખી પરંપરા.

મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી છે. ધર્મ અને રાજકીય વિચારધારાની ભિન્નતા વચ્ચે પણ વર્ષોથી જળવાઈ રહેલા ભાઈ-બહેનના પવિત્ર સંબંધે વીરપુરમાં એકતાનો સુંદર સંદેશ આપ્યો છે.વીરપુરના સૈયદ બિલકિશબાનું અબ્બાસી વર્ષ ૨૦૧૫થી આજદિન સુધી દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પર્વે લીમરવાડા ગામે જાય છે અને ત્યાંના નાથુસિંહ પરમાર તથા લાલસિંહ પરમારને રાખડી બાંધી ભાઈ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે.

વર્ષો વીતી ગયા છતાં આ પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે.આ અનોખા સંબંધની ખાસ વાત એ છે કે અહીં માત્ર હિન્દૂ-મુસ્લિમ એકતાના જ નહીં, પરંતુ રાજકીય મતભેદો વચ્ચે પણ ભાઈચારાની ભાવનાના દર્શન થાય છે. સૈયદ બિલકિશબાનું અબ્બાસી ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જ્યારે લીમરવાડા ગામના નાથુસિંહ પરમાર વીરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.એક તરફ બંનેની રાજકીય વિચારધારા અલગ છે, તો બીજી તરફ રક્ષાબંધનના પવિત્ર તહેવારે તેઓ વચ્ચેનો ભાઈ-બહેનનો સંબંધ વર્ષોથી એટલો જ મજબૂત રહ્યો છે. રાજકારણ અને ધર્મથી ઉપર માનવીય સંબંધોને સ્થાન આપતી આ અનોખી પરંપરા વીરપુર તાલુકામાં હિન્દૂ-મુસ્લિમ એકતા તેમજ રાજકીય સૌહાર્દનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

રાખડીના પવિત્ર તાંતણે બંધાયેલો આ સંબંધ માત્ર એક તહેવાર પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનનો સંદેશ આપી રહ્યો છે. રક્ષાબંધનના પર્વે વીરપુરમાંથી સામે આવેલી આ અનોખી તસવીર ખરેખર સમાજ માટે એક સકારાત્મક અને પ્રેરણાદાયી સંદેશ સમાન છે.

મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી છે. ધર્મ અને રાજકીય વિચારધારાની ભિન્નતા વચ્ચે પણ વર્ષોથી જળવાઈ રહેલા ભાઈ-બહેનના પવિત્ર સંબંધે વીરપુરમાં એકતાનો સુંદર સંદેશ આપ્યો છે.વીરપુરના સૈયદ બિલકિશબાનું અબ્બાસી વર્ષ ૨૦૧૫થી આજદિન સુધી દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પર્વે લીમરવાડા ગામે જાય છે અને ત્યાંના નાથુસિંહ પરમાર તથા લાલસિંહ પરમારને રાખડી બાંધી ભાઈ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે. વર્ષો વીતી ગયા છતાં આ પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે.આ અનોખા સંબંધની ખાસ વાત એ છે કે અહીં માત્ર હિન્દૂ-મુસ્લિમ એકતાના જ નહીં, પરંતુ રાજકીય મતભેદો વચ્ચે પણ ભાઈચારાની ભાવનાના દર્શન થાય છે. સૈયદ બિલકિશબાનું અબ્બાસી ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જ્યારે લીમરવાડા ગામના નાથુસિંહ પરમાર વીરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.એક તરફ બંનેની રાજકીય વિચારધારા અલગ છે, તો બીજી તરફ રક્ષાબંધનના પવિત્ર તહેવારે તેઓ વચ્ચેનો ભાઈ-બહેનનો સંબંધ વર્ષોથી એટલો જ મજબૂત રહ્યો છે. રાજકારણ અને ધર્મથી ઉપર માનવીય સંબંધોને સ્થાન આપતી આ અનોખી પરંપરા વીરપુર તાલુકામાં હિન્દૂ-મુસ્લિમ એકતા તેમજ રાજકીય સૌહાર્દનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar